જન્મદિને પાવાગઢ દર્શને જતા હતા મિત્રો- રસ્તામાં જ ટ્રકએ ટક્કર મારતાં બાઇક સવાર ત્રણ યુવકોના દુઃખદ મોત

આજકાલ અકસ્માતના કિસ્સા સતત વધી રહ્યયા છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. જે વડોદરા-હાલોલ રોડ પર સર્જાયો હતો. ગુજરાતના(Gujarat) વડોદરા(Vadodara) હાલોલ(Halol) રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે વડોદરાથી 5 મિત્રો બે બાઇક પર પાવાગઢ દર્શને જવા નીકળ્યા હતા. આ દરમિયાન વડોદરા-હાલોલ રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ બાઇક પર સવાર ત્રણેય મિત્રોના મોત નિપજ્યા હતા. મૃતક યુવકો પૈકી એક દેવાગઢ બારિયાનો, એક લુણાવાડાના અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો.

મૃતકોમાં રોનક પરમાર વડોદરામાં તેના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યારે અન્ય બે યુવકો હોસ્ટેલમાં રહેતા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્રણ મૃતકોમાંથી વીરેન્દ્ર ગોહિલ અને રોનક પરમારે વડોદરાની સિગ્મા કોલેજમાં જ્યારે જયેન્દ્ર પટેલે વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો.

અકસ્માતમાં જીવ ગુમાવનાર લુણાવાડાના લીંબડીયા ગામના વતની રૌનક ધનજીભાઈ પરમારનો આજે જન્મદિવસ હતો. જેના કારણે પાંચ મિત્રો બે બાઇક પર સવાર થઇને પાવાગઢથી મહાકાળીના દર્શન કરવા નીકળ્યા હતા. તેના જન્મદિવસ નિમિત્તે પુત્રના મોતથી પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *