આજકાલ અવાનવાર હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે, સમી તાલુકાના એક કનીજ ગામ (Kanij village) ના ચાર મિત્રો સાથે મળીને ધૂળેટી રમવા અને શરાબની પાર્ટી કરવા માટે ખેતર ગયા હતા. ખેતરમાં ગયા પછી નજીવી બાબતે બોલાચાલી થતા ત્રણ મિત્રોએ ભેગા મળીને એક મિત્રને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જયારે પુરાવાના નાશ કરવા તેને અમરાપુરા બ્રાન્ચમાં મૂકી આવ્યા હતા. જયારે આ યુવકની લાશ શનિવારનાં રોજ સવારે ગોધણા નજીકથી મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા:
મળતી માહિતી અનુસાર સમી તાલુકાના કનીજ ગામના અરવિંદ ઉર્ફે મુન્નો સોમાભાઈ બારોટ (ઉ. વ. 30), જીગર રાજુભાઇ વણકર, નરેશ માફાભાઈ વાઘેલા અને પિયુષ માફાભાઈ વાઘેલા આ ચારેય મિત્રો પીયૂષના ખેતરમાં ધૂળેટી હોવાથી ખાણીપીણીની પાર્ટી કરવા માટે ગયા હતા. આ દરમિયાન નજીવી બાબતે બોલાચાલી થતા જીગર, પિયુષ અને મહેશ ત્રણે મિત્રોએ બારોટ અરવિંદ ઉર્ફે મુન્નો સોમાભાઈને તીક્ષ્ણ હથિયારના માથાના ભાગે ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જયારે ત્રણે મિત્રોએ ભેગા મળીને પુરાવાનો નાશ કરવા માટે અમરાપૂરા બ્રાન્ચ કેનાલમાં તે યુવકની લાશને ફેંકી દીધી હતી.
યુવાનના પિતા દ્વારા કરવામાં આવી પોલીસ ફરિયાદ:
બીસમીલ્લાબાદના યુવાનો ખેતરમાંથી કેનાલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ગોધણા નજીક યુવાનની તરતી લાશને જોતાં બીસમીલ્લાબાદના યુવાનો દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી અને સમી પોલીસને તાત્કાલિકપણે જાણ કરવામાં આવી હતી. જયારે પોલીસ દ્વારા સમી રેફરલમાં પી.એમ. માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન માથાના ભાગે ઇજાઓ થવાની જાણ થઇ હતી. જયારે સમી પી.એસ.આઈ.ડી.વી.ખરાડી દ્વારા વધુ તપાસ હાથ ધરતા મૃતક યુવાન કનીજ ગામનો જોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર યુવાનનું ગામના જ લોકોએ કાસળ કાઢ્યું હોવાની જાણ થતા મૃતકના પિતા સોમાભાઈ ભાણાભાઈ બારોટે દ્વારા સમી પોલીસ મથકે ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી:
જયારે વધુમાં સમી પી.એસ.આઈ ડી.વી.ખરાડીએ જણાવ્યું છે કે, મૃતક યુવાનની લાશ મળતા પી.એમ. કરવામાં આવ્યું હતું આ દરમિયાન જાણવા મળ્યું કે, માથા પર થયેલ ઇજાઓ કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા કરી હોવાની શંકાના આધારે વધુ તપાસ કરતા કનીજ ગામનો યુવકની ઓળખ થઈ હતી. જયારે ગામના જ 3 યુવાનોએ રાત્રે ખેતરમાં જઈને તે યુવકનું મોતને ઘાટ ઉતાર્યો હોવાનું તેના પિતાજીની ફરિયાદ મુજબ સામે આવ્યું હતું. જયારે મૃતકને કઈ રીતે કેનાલમાં નાખવામાં આવ્યો, ક્યાં હથિયાર દ્વારા માર મારવામાં આવ્યો આ તમામ તપાસ માટે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.