પશ્ચિમ બંગાળમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણમાં ત્રણ માસુમના મોત

પશ્ચિમ બંગાળના 24 ઉત્તર પરગણામાં TMC-BJPકાર્યકર્તાઓ વચ્ચે વચ્ચેની અથડામણમાં 3 લોકોના મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલ પોલીસ અનુસાર આ સંપૂર્ણ બાબત…

પશ્ચિમ બંગાળના 24 ઉત્તર પરગણામાં TMC-BJPકાર્યકર્તાઓ વચ્ચે વચ્ચેની અથડામણમાં 3 લોકોના મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલ પોલીસ અનુસાર આ સંપૂર્ણ બાબત પક્ષનો ઝંડો ઉતારવા બાબતે થયો હતો. આ ઝગડા દરમિયાન TMC ના એક કાર્યકર કાયૂમ મોલ્લહની હત્યાની વાત સામે આવી છે. બીજી તરફ BJP કહે છે કે TMCના ગુંડાઓએ તેમના 2 કાર્યકરોને ગોળી મારીને હત્યા કરી છે. જોકે BJPના નેતા મુકુલ રોયે આ ઘટનાની સામે એક ટ્વિટ કર્યું.

તેમણે લખ્યું કે BJPના ત્રણ કાર્યકર્તાઓને TMCના ગુંડાઓએ સંદેશખાલી વિસ્તારમાં ગોળી મારી હતી. BJP કાર્યકર્તાઓ સાથે પ્રકારની ઘટના માટે મમતા બેનરજી પોતે જવાબદાર છે. અમે આ સમગ્ર કેસની ફરિયાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કરીશું.

પશ્ચિમ બંગાળ BJPના પ્રભારી વિજયવર્ગીયએ પણ આ ઝઘડા અને BJPના કાર્યકર્તાઓની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે હમણાં જ દુઃખદ સમાચાર મળ્યા જે મુજબ પશ્ચિમ બંગાળના બશીરહાટ લોકસભાના ક્ષેત્ર સંદેશાખાલીમાં BJPના ત્રણ કાર્યકર્તાઓના તૃણમુલ ગુંડાઓએ હત્યા કરી. મહત્વની વાત એ છે કે TMC-BJP કાર્યકરો વચ્ચે વચ્ચે ઝઘડાની આ કોઇ પહેલી ઘટના નથી.

અગાઉ કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન BJP અને તૃણમૂલ કૉંગ્રેસ (TMC) સમર્થકો વચ્ચેની હિંસક અથડામણ થઈ હતી. જો કે શાહને એ દરમિયાન કોઈ પ્રકારની ઇજા થઇ ન હતી અને પોલીસ તેમને સલામત સ્થાન પર લઈ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *