માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ગંભીર ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. ગાંધીનગર જિલ્લામા 3 અકસ્માતમા 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ચિલોડા નજીકની કેશવ હોટલ પાસે બાઇક પર જઇ રહેલ એક આધેડ, રાંધેજા ચોકડી નજીક આધેડ ચાલતા જઇ રહ્યા હતા ત્યારે વાહને અને કોબા નજીક નર્મદા કેનાલ પાસે એક યુવતિ ટુ-વ્હીલર લઇને જઇ રહી હતી ત્યારે દૂધના વાહને અડફેટે લેતા કુલ 3 લોકોના મોત થયા હતા.
જેને લઇ સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધવલ રમેશભાઇ વાઘેલાએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, એરફોર્સ સ્ટેશન લેકાવાડામાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહેલ તેમજ અંદાજે 6:45 વાગ્યાના સુમારે બાઇક લઇને નિકળ્યા હતા.
આ દરમિયાન દહેગામથી ચિલોડા બાજુ આવી રહ્યા હતા ત્યારે કેશવ હોટલ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા ચાલક રમેશભાઇ વાઘેલાનુ મોત નીપજ્યું હતુ. જેને લઇ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રાંધેજા ચોકડી નજીક કન્સ્ટ્રક્સન સાઇટ પર કામગીરી કરી રહેલ મનોજ ધુમ્લેશ્વર કરૂઆનની ફરિયાદ પ્રમાણે માણસામાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્સનની સાઇટમાં રહે છે. તેમના પિતા ધુબ્લેશ્વર કમલોચન કરૂઆન રાંધેજા ગામમા રાત્રિના 9 વાગ્યે શાકભાજી લેવા જઇ રહ્યા હતા ત્યારે ટોળુ ભેગું થયુ હતુ. જેને લઇ તેમનો દીકરો પણ જોવા જતા ત્યા તેના પિતા જ ઇજાગ્રસ્ત હાલતમા જોવા મળ્યા હતા.
જ્યાં તબીબે મૃત જાહેર કરી દેતા પેથાપુર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે ત્રીજી ઘટનામા નોબલનગર નરોડામા રહેતી 26 વર્ષિય યુવતિ લતાબેન હિરાભાઇ પાધરીયા બાઇક પર બેસીને એપોલો સર્કલથી કોબા સર્કલ બાજુ જઇ રહ્યા હતા ત્યારે યુવતિ લતાબેન બાઇકની પાછળ બેઠી હતી.
બપોરે દૂધ વાહનના ચાલકે બાઇકને અડફેટે લેતા યુવતિનુ ઘટનાસ્થળ પર જ મોત થયુ હતુ. જ્યારે બાઇક ચાલકને શરીરે સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસમાં નોંધાતા અકસ્માત કરનાર વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.