દારૂની હેરાફેરી માટે બુટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે.., જાણીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ પોલીસે બાતમીના આધારે તેલના ડબા ભરેલો ટેમ્પો રોક્યો હતો.…

ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ પોલીસે બાતમીના આધારે તેલના ડબા ભરેલો ટેમ્પો રોક્યો હતો. પહેલા તો આ તેલનાં પેક ડબ્બા જ લાગ્યા પરંતુ પોલીસે કટર મંગાવીને કાપતા તેમાંથી દારૂ અને બીયરના ટીન નીકળ્યા હતા. કૃષ્ણનગર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરીને તપાસ કરતા ઘણો મુદ્દામાલ મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે એક વાદળી કલરના ટેમ્પોમાં તેલના ડબાની અંદર દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન વાદળી કલરનો ટેમ્પો ત્યાંથી નીકળ્યો હતો.

ત્યારબાદ પોલીસ દ્વારા ટેમ્પો રોકીને ટેમ્પો ચાલકની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ટેમ્પો ચાલકે પોતાનું નામ બિપિન જાદવ જણાવ્યું હતું અને તેણે ટેમ્પોમાં તેલના ડબ્બા હોવાનું જણાવ્યું હતું. પરંતુ, પોલીસને અગાઉથી જ બાતમી મળી ગઈ હોવાથી પોલીસ દ્વારા તેલના ડબાને કટરથી કાપવામાં આવ્યો. અને તેમાંથી દારૂની બોટલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

તેલના ડબ્બા કાપીને પોલીસને 434 દારૂની બોટલ, 235 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બૂટલેગર દારૂ પહોંચાડવા માટે અવનવા કિમીયા અપનાવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા અનેક બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓ ફ્લેટની લિફ્ટમાં કે ભોંયરૂ બનાવી અથવા ગેસ સિલિન્ડરમાં દારૂનો જથ્થો છુપાવી દારૂ વેંચતા હતા. પણ પોલીસ દ્વારા બાતમી આધારે રેડ કરી આવા બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુ એક વાર આ રીતે બુટલેગર પકડતા તેને દારૂનો જથ્થો આપનાર કોણ છે અને આ માલ ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *