ચોટીલા-રાજકોટ હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી: દર્દીને લઇ જઈ રહેલી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત

Rajkot Chotila Highway Accident: ચોટીલા-રાજકોટ હાઈવે પર દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત દર્દીની પુત્રી અને મોટા બહેન મળીને કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. જોકે મહિલા દર્દીનો બચાવ થયો હતો. એમ્બ્યુલન્સમાં ચોટીલાના દર્દીને તકલીફ વધી જતા રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામા(Rajkot Chotila Highway Accident) ટ્રક સાથે તેની ટક્કર થઈ ગઈ હતી.

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
ચોટીલા-રાજકોટ હાઈવે પર એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચેના ભીષણ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત ત્રણ લોકોના મોત થયા છે. એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ જઈ રહી હતી તે દરમિયાન આપાગીગાના ઓટલા પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બહેન અને દીકરી સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3 લોકોના ઘટનાસ્થળ પર મોત
આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા. જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા(ઉ. વ. આશરે 35 રહે. રાજપરા) અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉ. વ. 18 રહે. રાજપરા) અને તેમનાં મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યાં હતાં.

રાજકોટથી લીંબડી સુધીનો હાઈવે દાયકાઓથી સૌથી જોખમી રોડ તરીકે ઓળખાય છે અને અહીં છાશવારે દુર્ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને રાતના સમયે રસ્તા પર ઉભેલા ટ્રકના કારણે બીજા વાહનો માટે જોખમી સ્થિતિ પેદા થતી હોય છે.