સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરને હાર્ટ એટેક આવતાં આંબી ગયું મોત- પરિવારનું હૈયાફાટ રુદન…

Surat Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે.સુરતમાં ગવિયર ગામના સાહિલ પટેલ રાત્રીના સમયે પોતાના ઘરે ઓચિંતા ઢળી પડતા પરિવારે તાત્કાલિક…

Surat Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે.સુરતમાં ગવિયર ગામના સાહિલ પટેલ રાત્રીના સમયે પોતાના ઘરે ઓચિંતા ઢળી પડતા પરિવારે તાત્કાલિક સારવારમાં હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવારમાં તેનું મોત થયું છે.ત્યારે આ ઓચિંતા મોતના(Surat Heart Attack) પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

હાર્ટએટેકના કારણે મોત થયું
કોરોના બાદ હાર્ટએટેકથી થતા મૃત્યુમાં આંચકાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકથી મોત થવાના કિસ્સા વધુ જોવા મળ્યા છે. હાલમાં સુરતનો સાહિલ નામનો યુવાન રાત્રે અચાનક ઢળી પડ્યો હતો. જેના બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરો વધુ તપાસ કરે તે પહેલા જ સાહિલનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. આ કિસ્સામાં સામે આવ્યું છે કે યુવાન એક જિમ ટ્રેનર છે. જિમ ટ્રેનર યુવાન સ્વાસ્થ્યપૂર્ણ જીવન પસાર કરી રહ્યો હતો. તેને કોઈપણ જાતની સામાન્ય કે ગંભીર બીમારી નહોતી. છતાં પણ આ યુવાન ગત રાત્રે અચાનક ઢળી પડ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં ટૂંકી સારવારમાં તેનું મૃત્યુ થયું. અને ડોક્ટરોએ મૃત્યુ થવાના કારણમાં પ્રાથમિક ધોરણે હાર્ટએટેક હોવાનું જણાવ્યું છે.જો કે હાલમાં સાહિલની લાશેને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ પરથી સાહિલના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ
35 વર્ષના જિમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. રાત્રી દરમિયાન અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે આ યુવકના ઓચિંતા મોતના પગલે તેનો પરિવારમાં માતમ છવાયો છે.તેમજ જિમમાં કસરત કરતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હાર્ટએટેકથી મોતના કિસ્સામાં ચિંતાજનક વધારો
માણસને ગંભીર બીમારી હોય તો તે મૃત્યુ પામે તો એક સ્વાભાવિક બાબત ગણી શકાય. પરંતુ આજકાલ નખમાં પણ બીમારી ના હોય તેવા લોકો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદ હાર્ટએટેકના કિસ્સા વધવાને લઈને લોકો વેક્સીનેશનને એકરીતે જવાબદાર ગણાવે છે તો અનેક વખત ડોક્ટર દ્વારા આ બાબતને નકારવામાં આવી છે. નિષ્ણાતોના મતે લોકોની બદલાયેલ જીવનશૈલીના કારણે સંભવત હાર્ટએટેકથી મોત વધ્યા છે. કારણ જે પણ હોય હાર્ટએટેક આજે કેન્સર, ડાયાબિટીસ અને ગંભીર બિમારીની જેમ લોકો માટે મોટી સમસ્યા બન્યો છે.