સુરતના પરિવારને પાટણ હાઈવે પર નડ્યો અકસ્માત: કાર અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં બાળકી સહિત 3 લોકોના કરુણ મોત 

પાટણ(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન, ફરીવાર પાટણ હાઇવે પર ટેન્કર અને આકાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતથી મેથાણિયા ગામે પરિવારિક પ્રસંગે આવી રહેલ પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં 5 લોકો સવાર હતા તેમાંથી એક બાળકી સહીત કુલ ૩ લોકોના મોત નીપજ્યા હતા.

જાણવા મળ્યું છે કે, ચાણસ્મા તરફથી મહેસાણા તરફ જતા ટેન્કર સાથે કાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને 108 પણ ઘટનાસ્થળે દોડી આવતા ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ શરુ કરવામાં આવી છે.

અકસ્માતનો ભોગ બનેલ પરિવાર સુરતથી મેથાણિયા ગામમાં પારિવારિક પ્રસંગમાં આવ્યો હતો. તેઓ કાર લઈને કોઈ કામે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ ગામ લોકોને થતા જ તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા. અકસ્માતને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે.

અકસ્માતમાં મોતને ભેટેલા 3 લોકો એક જ પરિવાર ન હતા અને આ અકસ્માતમાં ત્રણ વર્ષની એક બાળકીનો પણ સમાવેશ થાય છે. ત્રણેયને ગંભીર ઈજાઓ થતા તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્ય હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, મૃતકમાં જૈમિન પટેલ, દીકરી ખુશી પટેલ અને આશિષ પટેલનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *