Delhi-Mumbai highway accident: નવા વર્ષના પહેલા જ દિવસે જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના જોવા મળી હતી. અહીં એક કાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે( Delhi-Mumbai highway accident ) પર પાછળથી ઉભેલા સિમેન્ટથી ભરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલી બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સારવાર દરમિયાન એક વ્યક્તિનું પણ મોત થયું હતું. તેમજ અકસ્માતમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા છે. અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે રતલામ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. તમામની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
બેલ્લારી ગામ પાસે અકસ્માત થયો હતો
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેલ્લારી ગામ પાસે 8 લેન એક્સપ્રેસ વે પર થયો હતો. સોમવારે સવારે એક કાર પાછળથી રોડની કિનારે પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાંસવાડા (રાજસ્થાન)ના રહેવાસી રુચિ ઉપાધ્યાય (55) અને દીપિકા ત્રિવેદી (42)ના મોત થયા છે. તેમજ ભોપેશ ઉપાધ્યાય (57)નું સારવાર દરમિયાન મોત થયું હતું. ભવાની ઉપાધ્યાય (25), નિત્યા ત્રિવેદી અને કાર ચાલક રિયાઝ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં તમામ ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી મેડિકલ કોલેજ રતલામ રિફર કરવામાં આવ્યા છે.
ટ્રેલર રોડ પર ઉભું હતું
આ ઇજાગ્રસ્તોમાં કાર ચાલક અને એક બાળકીની હાલત ગંભીર છે. પોલીસના જણાવ્યા અનુસાર સિમેન્ટ ભરેલા ટ્રેલરનું ટાયર પંચર થઈ ગયું હતું. આ કારણોસર ટ્રેલર ત્યાં જ રોડ પર પાર્ક કરવામાં આવ્યું હતું. સવારના સમયે ગાઢ ધુમ્મસના કારણે કાર ચાલક ત્યાં પાર્ક કરેલી ટ્રક જોઈ શક્યો ન હતો. જેના કારણે કાર પાછળથી ટ્રેલર સાથે અથડાઈ હતી. ટ્રેલરમાં કાર ઘુસી જવાને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે, જ્યારે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube