અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એચ.ડિવિઝનના એસીપી પ્રકાશ પ્રજાપતિના સરકારી ઘરમાંથી હાલમાં 13.90 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જેમાં મોંઘા ચાંદીના ગ્લાસ અને કિંમતી દાગીના તેમજ લાખો રૂપિયા રોકડ ચોરાઈ હતી. પોલીસે 10 દિવસોમાં એસીપીના ઘરે ચોરી થયેલ માંથી 12.40 લાખની કિંમતનો મુદ્દામાલ પાછો મેળવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્નાયા અનુસાર, જયદીપ સિંહ વાઘેલા, આશિફ્ શેખ અને જગદીશ ચૌહાણ નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 4.79 લાખના દાગીના, 6.50 લાખ રોકડ સહિત કુલ 12.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસીપીના ઘરમાં મોટા પ્રમાણમાં રોકડ હતી જે ચોરી થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
ACP તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતિના પત્ની લતાબેન પ્રજાપતિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહતમાં ડી ટાઇપ ટાવરમાં રહે છે. ગઈ 31 મેએ દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા અને 1 જૂને રાતે 10:30 વાગે તેમના પતિનો તેમના પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઘરમાં રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી થઈ છે, જેથી તેઓ દ્વારકાથી પરત આવી ગયા હતા. ઘરે આવ્યા ત્યારે તેમના પતિએ જણાવ્યું હતું કે, 1 જૂને તે ઘરનો દરવાજો બંધ કરીને સેફ્ટી દરવાજાને લોક મારીને નોકરી પર ગયા હતા અને રાતે 10 વાગે નોકરીથી પરત ફરીયા ત્યારે ઘરની સેફ્ટી દરવાજો ખુલ્લો હતો. જેથી અંદર આવીને જોયું ત્યારે ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો અને ઘરમાં ચોરી થઈ હતી.
આ સમગ્ર મામલે હાલ તો આરોપીઓ પોલીસ પકડમાં આવી ચુક્યા છે. પરંતુ વસ્ત્રાપુર બહુમાળી ભવન સામે આવેલી સરકારી વસાહતમાં અનેક અધિકારીઓ રહે છે, ત્યારે શહેરમાં કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવાના અધિકારીના ઘરે જ ચોરી થતાં અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. અત્યારે પોલીસ દ્વારા દિવસ-રાત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં અને અધિકારીના ઘરે જ ચોરી થતાં વસ્ત્રાપુર પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.