ગુજરાતના આ શહેરમાં એકલતાનો લાભ લઈ પાડોશી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ અને…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના રાજકોટમાંથી સામે આવી છે.

ગુજરાતમાં આવેલ રાજકોટના જેતપુરમાંથી છેલ્લા 2 મહિનામાં 4 સગીરા પર દુષ્કર્મના કેસ સામે આવ્યા છે. ત્યારે આજે ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સગીરા પર તેમના જ પાડોશી યુવક દ્વારા એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદના આધારે પોલીસે જણાવતા કહ્યું કે, જેતપુરના પાંચપીપળા વિસ્તારમાં રેહતા યુવકે તેમની સામેના ઘરમાં રહેતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. યુવકે સગીરાને ફોસલાવી પ્રેમ સબંધ બાંધ્યા હોવાનું ચર્ચાય રહ્યુ છે અને ત્યારબાદ સગીરા સાથે વોટ્સઅપમાં વાતચીત કરતો હતો પરંતુ એક દિવસ સગીરાના ઘરે કોઈ ન હોવાનું જાણવા મળતા અને એકલાતાનો લાભ લઇ યુવક સગીરાની ઘરે જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના અંગે કિશોરીએ તેની માતાને જણાવ્યું જેના આધારે માતાએ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકને જાણ થઇ કે સગીરા એકલી છે ત્યારે સગીરા પાણી ભરી રહી હતી અને યુવક સગીરાના ઘરમાં ઘુસી જઇ દરવાજો બંધ કરી સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની કોઈપણને જાણ ન કરવા પણ ધમકી આપી હતી. પોલીસ દ્વારા આ મામલે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેર પી.આઈ કરમુર દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *