એક બેબી સ્ટોરમાંથી ચોરી કરનારી ત્રણ મહિલા સીસીટીવી કેમેરામાં ઝડપાઇ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બે મહિલાઓ ને ગિરફદાર કરવામાં આવી છે. આ ઘટના અમેરિકાના ન્યૂ જર્સીનો છે.
આ ઘટનામાં સામેલ 23 વર્ષીય મેરીઅન કેશ અને 20 વર્ષીય મકકાર્તી સામે ચોરી અને અન્ય કેસો નોંધાયા છે.આ બંને મહિલાઓ 16 ઓગસ્ટે બમ્બી બેબી સ્ટોરની ચોરીમાં જોડાયેલી હતી.
શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે,આ મહિલા સ્થાનિક રહેવાસી છે, પરંતુ બંને મહિલા બ્રિટનની રહેવાસીઓ હતી. તેઓ સ્ટોરમાંથી સ્ટ્રોલર ચોરી કરી રહ્યા હતા.
વાયરલ વીડિયોમાં દેખાય છે કે,ત્રણ મહિલાઓ ત્રણ બાળકો સાથે સ્ટોર પર આવી હતી. બે મહિલાઓએ મેનેજરનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ત્રીજી મહિલાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ઘટનાના છ મિનિટ પછી, ત્રીજી મહિલા ફરીથી સ્ટોર પર આવી અને પોતાના બાળકને લઈ ગઈ. સ્ટોરના માલિકે જણાવ્યું કે,મહિલા 21 હજારનું સ્ટ્રોલર ચોરી કરે છે, જ્યારે તે નજીકમાં તેની સાથે 72 હજારની ચોરી કરી શકે છે. તો મહિલાએ કયા હેતુથી ચોરી કરી તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.