પ્રશાંત દયાળ: દારૂ અને જુગારના હપ્તાતાઓ IPS સુધી પહોંચે છે, તો સસ્પેન્ડ PI-PSI જ કેમ ?

ગુજરાતમાં દારૂ અને જુગારની બદી વ્યાપક પ્રમાણમાં છે તેવું ગુજરાતના તમામ સિનિયર આઇપીએસ અધિકારીઓ માને છે.ગુજરાતમાં જ્યાં પણ દારૂ જુગારના દરોડા પડે ત્યાં નાના પોલીસ…

ગુજરાતમાં દારૂ અને જુગારની બદી વ્યાપક પ્રમાણમાં છે તેવું ગુજરાતના તમામ સિનિયર આઇપીએસ અધિકારીઓ માને છે.ગુજરાતમાં જ્યાં પણ દારૂ જુગારના દરોડા પડે ત્યાં નાના પોલીસ અધિકારીઓ સામે શક્ય તપાસનો આદેશ અને તેમાં સજા પણ થાય છે. પરંતુ 2010માં તત્કાલીન ડીજીપી એસ ખંડવાવાલા એ કરેલા પરિપત્ર પ્રમાણે દારૂ જુગાર માટે સિનિયર પોલીસ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે, તેમની સામે પણ ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપવો જોઈએ.

હાલના નિયમ પ્રમાણે સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહારની કોઈ એજન્સી 10 હજાર કરતાં વધુ કિંમત દેશી દારૂ અને 25 હજાર કરતા વધુ કિંમતનો વિદેશી દારૂ પકડે અથવા 15 હજાર કરતાં વધુ જુગારના સ્થળે પકડાય, તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ઇન્સ્પેક્ટર સામે ખાતાકીય તપાસ અને સજા થાય છે. પરંતુ તેમની ઉપરના અધિકારીનો વાળ વાંકો થતો નથી.

2010 ના ડીજીપી ખંડવાવાલાના પરિપત્ર પ્રમાણે આ પ્રકારના કિસ્સામાં નાયબ પોલીસ કમિશનરથી લઇ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીની સેવા પોથીમાં આ ઘટનાની નોંધ કરવા જણાવ્યું હતું. આમ છતાં આટલા વર્ષો બાદ પણ એક પણ સિનિયર પોલીસ અધિકારી સામે કોઈ ખાતાકીય તપાસ થઈ નથી થઈ નથી. સજા પણ થઇ નથી. માત્ર પી.આઈ અને પી.એસ.આઇ ને સજા કરવામાં આવી છે.

2010 ના ખંડવાવાલા ના આદેશ અનુસાર દરોડા દરમિયાન 25000 કરતા વધુ કિંમતનો મુદ્દામાલ પકડાય તો પીઆઇ અને પીએસઆઇ ને જવાબદાર ઠેરવી તેમની સામે તપાસનો આદેશ આપવો. 50 હજાર કરતા વધુ કિંમતનો મુદ્દામાલ પકડાયા તો આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને એક લાખ કરતા વધુ કિંમત નો માલ પકડાયો તો નાયબ પોલીસ કમિશનરને જવાબદાર ગણી તેમની સામે તપાસનો આદેશ કરવો.

જો દોઢ લાખ કરતા કિંમત નો માલ પકડાયો તો પોલીસ કમિશનર ને જવાબદાર ગણી લેવા. આમ આ પરિપત્ર પ્રમાણે દારૂ જુગાર માટે પોલીસ કમિશનર સુધી જવાબદારી નક્કી કરવામાં આવી છે આમ છતાં એક પણ અધિકારી સામે છેલ્લા દસ વર્ષમાં થઈ નથી.

ગુજરાતમાં ચાલતા મોટાભાગના દારૂ-જુગારના અડ્ડાઓ તે વિસ્તારના આઇપીએસ અધિકારીઓની મંજુરી વગર ચાલી શકે નહીં. ગુજરાતના બહુ ઓછા આઇપીએસ અધિકારીઓ એવું માને છે કે તેઓ વિસ્તારમાં દારૂ જુગાર ચાલવા દેશે નહીં.

જે વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ તેને સ્થાનિક પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા ભલે મંજૂરી આપવામાં આવતી હોય પરંતુ મળતી ચોક્કસ રકમનો હિસ્સો સિનિયર અધિકારીઓ સુધી પહોંચે છે.

આમ આઇપીએસ અધિકારીઓ જાણે છે કે તેમના કયા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે પરંતુ પોતાનો હિસ્સો મળતો હોવાને કારણે તેઓ આંખ આડા કાન કરે છે. પણ જ્યારે બહારની એજન્સી દ્વારા રેડ કરવામાં આવે ત્યારે આ ઘટના માટે પીઆઈ અને પીએસઆઈની જ જવાબદાર ગણી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *