સુરત પોલીસની મદદથી જન્મથી મૂકબધિર 3 વર્ષીય રાજવીરની ઇમ્પ્લાન્ટ સર્જરી કરીને વાણી-શ્રવણરૂપે મળ્યું નવું જીવન

Published on Trishul News at 11:31 AM, Tue, 24 October 2023

Last modified on October 24th, 2023 at 11:32 AM

3-year-old Rajveer implant surgery in Surat: એક નાના બાળકના ચહેરા પર ખુશી લાવવાનું કામ સુરત શહેર પોલીસે આજે કરી બતાવ્યું છે. બાળક દેખાવે ખુબ હૅન્ડસમ પરંતુ તે સાંભળી શકતો ન હતો. રાંદેરમાં રહેતો 3 વર્ષનો રાજવીરની(3-year-old Rajveer implant surgery in Surat) સિટીલાઇટની હોસ્પિટલમાં ઈમ્પ્લાન્ટેશનની જટિલ સર્જરી કરવામાં આવી હતી. હાલમાં બાળકની તબિયત ખુબ સારી છે અને ઓપરેશન પણ સફળ રીતે થઈ ગયું છે. 3 વર્ષથી અવાજ ન સાંભળતા બાળકને જ્યારે માતાએ કહ્યું બેટા રાજવીર… એટલે બાળક મુવમેન્ટ કરવા લાગતા પરિવારમાં આનંદની લાગણી છવાય ગઇ છે.

હવે એક માને એવુ લાગશે કે મારો દીકરો મારી પણ વાત સાંભળશે. રાંદેરમાં 3 વર્ષનો રાજવીર બન્ને કાને સાંભળી શકતો ન હતો. વળી તેની કમનસીબી પણ એવી કે તે જન્મથી જ કાનથી સાંભળી શકતો ન હતો. બીજી તરફ માતા-પિતાએ ચાર-ચાર બાળકોનું ભરણપોષણ કરવાનું હોય છે. તેમની આર્થિક સ્થિતિ પણ ખુબ નબળી હોવાથી તેઓ પણ રાજવીરની સારવાર પાછળ ખર્ચ કરી શકે તેવી સ્થિતિમાં ન હતા.

આવા કપરા સમયમાં ક્રાઇમબ્રાંચના મહિલા DCP રૂપલ સોલંકીના એક મેસેજથી રાંદેરના 3 વર્ષના રાજવીરની સારવાર કરાવવાનો વિચાર પોલીસને આવ્યો હતો. બાળકનો બે કાનની સારવાર કરવાનો ખર્ચ લગભગ 18 લાખ રૂપિયાનો હતો. મહિલા DCPએ મુંબઈના એક NGO મારફતે બાળકની ટ્રીટમેન્ટ સુરતમાં કરાવવાનું નક્કી કર્યુ હતું. જેમાં એક કાનની સારવાર માટે નાનુ એવું ઈઅરમશીન 6.50 લાખ રૂપિયા, ઓપરેશનના દોઢ લાખ રૂપિયા, હોસ્પિટલના 1 લાખ રૂપિયા, સિટી સ્કેન સહિત 10 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો.

સિટીલાઇટના ડોક્ટર જે આ ઓપરેશન કરવામાં જાણીતા છે તેની સાથે પોલીસ અધિકારીએ વાત કરતા તેણે પોતાની ફી પણ માફ કરી, જયારે મુંબઈની સંસ્થાએ કાનનું મશીન આપ્યું હતું. આથી હવે બાકી રહયો તેની સારવારનો ખર્ચ તે ક્રાઇમબ્રાંચના DCP રૂપલ સોલંકી તથા રાંદેર પોલીસ PI સોનારા, PSI પરમાર અને તેમની ટીમે ઉઠાવ્યો હતો.

Be the first to comment on "સુરત પોલીસની મદદથી જન્મથી મૂકબધિર 3 વર્ષીય રાજવીરની ઇમ્પ્લાન્ટ સર્જરી કરીને વાણી-શ્રવણરૂપે મળ્યું નવું જીવન"

Leave a comment

Your email address will not be published.


*