109 કલાક સુધી બોરવેલમાં મોત સામે લડનાર આ બાળક આખરે જિંદગી સામે હાર્યો જંગ.

49

પંજાબના સંગરૂરમાં 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા જે 3 વર્ષના ફતેહવીર સિંહને કાઢવામાં આવ્યો હતો, તેણે દમ તોડ્યો છે. ફતેહવીરને સવારે આશરે 5.12 વાગ્યે બોરવેલમાંથી કાઢવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેણે દમ તોડ્યો હતો અને તે જિંદગીની જંગ હારી ગયો હતો.

ફતેહવીરના નિધનથી દરેક વ્યક્તિ દુઃખની લાગણી અનુભવી રહી છે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રાજ્યમાં તમામ બોરવેલની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.

જ્યારે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, ત્યારે બાળકના શરીર પર સોજા જણાઈ રહ્યા હતા. બાળકને બચાવવા માટે NDRF, પોલીસ દ્વારા છેલ્લાં 109 કલાક લાંબુ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બાળકનું નામ ફતેહવીર સિંહ હતું. ફતેહવીર સિંહ બોરવેલમાં ફસાયો હોવાની સૂચના મળ્યા બાદથી જ NDRFની ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. બાળકને આજે બોરવેલની સમાનાંતર ખોદવામાં આવેલી ટનલની મદદતી બહાર કાઢવામાં આવ્યો છે. ફતેહવીરને બહાર કઢાતા જ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તે સમયે પણ બાળકની હાલત નાજુક હતી.

બોરવેલની અંદર ઓક્સિજનની સપ્લાય વધારવામાં આવી હતી. આ ઉપરાંત બાળક પર નજર રાખવા માટે એક કેમેરો પણ લગાવવામાં આવ્યો હતો. બચાવ દળમાં NDRFના 26 સભ્યો હતા. ઘટનાસ્થળ પર 24 કલાક ડૉક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ હાજર હતા. ઘટનાના લગભગ 40 કલાક બાદ શનિવારે સવારે 5 વાગ્યે તેના શરીરમાં હચલચ દેખાઈ હતી. બાળક 10 જુને 3 વર્ષનો થઈ ગયો હતો.

ફતેહવીર સિંહની માતા અને પરિવારના સભ્યોએ ખ્વાજા પીરની દરગાહ પર મન્નત માની હતી અને તેના સુરક્ષિત બહાર આવવાની દુવા માગી હતી. આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો અને પ્રશાસન ફતેહવીરનો જીવ બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. ભીષણ ગરમીમાં પણ આ લોકો ત્યાં હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.