છેલ્લા થોડા દિવસોથી ડૂબવાથી મૃત્યુ થયા હોવાની સંખ્યા વધતી જણાઈ રહી છે. ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે. નખત્રાણા (Nakhtrana)થી 15 કિમી દૂર આવેલા ફોટ મહાદેવના ધોધ (waterfall)મા રવિવારની સાંજે ફરવા આવેલા ત્રણ યુવાનો નાહવા પડ્યા હતા અને ધોધનો પ્રવાહ વધુ હોતા ત્રણેય યુવાનો ડૂબતા જોવા મળતા ચીચીયારી સાંભળી સ્થાનિક યુવાનોએ ધોધમાં પડીને બે યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવાન ઊંડા ખાડામાં લાપતા બન્યો હતો.જેની મોડે સુધી શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન મોડી રાત્રે ગુમ યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
ધોધ વધુ હોતા ત્રણેય યુવાનો ડુબવા લાગ્યા:
મળતી માહિતી અનુસાર, નખત્રાણા તાલુકાના સાંગનારા ગામના યુવાન લાખા ભીખા રબારી, મનીશ કમા રબારી અને રામા ખેંગાર રબારી નામના યુવાન ધોધમાં નાહવા પડ્યા હતા. ધોધ વધુ હોતા ત્રણેય યુવાનો ડુબવા લાગ્યા હતા. જેમાં સ્થાનિક યુવાનોએ મનીશ તેમજ રામા નામના યુવાનને બચાવી લીધો હતો જો કે સાંગનારાનો 23 વર્ષિય હમીર ઉર્ફે લાખા નામનો યુવાન પાણીના પ્રવાહમાં તણાતાં લાપતા બન્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી.
યુવાનની શોધખોળ ચાલુ કરાઈ હતી:
ત્યારબાદ 23 વર્ષિય હમીર ઉર્ફે લાખા નામનો યુવાન લાપતા હોવાને કારણે શોધખોળ હાથ ધરાઈ હતી. ભુજથી ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી આવી હતી અને યુવાનની શોધખોળ ચાલુ કરાઈ હતી. ત્યારે મોડી રાત્રે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ સાથે ભુજથી ચાર તરવૈયાઓ આવ્યા હતા. તેમજ ફાયરબ્રિગેડ આવી હતી. શોધખોળ બાદ લાશ મળી હતી. આ પછી લાશને પોસ્ટમોટર્મ માટે નલિયા સીએચસી ખાતે લઇ જવામાં આવી છે.સાંગનારા ગામના યુવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.