સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં પણ હવે ક્રાઈમ દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. ગુજરાતમાં દિન દહાડે ચોરી(theft), લૂંટફાટ(Robbery), દુષ્કર્મ(misdemeanor) અને હત્યા (Murder)ના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગત મહિનાઓમાં એક બાદ એક યુવતી પર એક તરફી પ્રેમમાં ઘાતકી હત્યાની ઘટનાએ ગુજરાતને ઝંઝોળી નાખ્યું છે. ત્યારે હાલ વધુ એક ઘટનામાં 3 નરાધમોએ વિદ્યાર્થીનીની હત્યા કરી નાખી છે.
મળતી માહિતી અનુસાર, વલસાડના ઉમરગામના દહાડ ગામે ટ્યુશન જઈ રહેલી વિદ્યાર્થીનીની હિચકારી હત્યા કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીની ટ્યુશન જવા માટે ઘરેથી નીકળી હતી જે બાદ ત્રણ યુવકોએ તેનો પીછો કર્યો હતો. એકલતાનો લાભ લઈ કિશોરીને ઘેરી લીધી હતી અને બાદમાં મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પોલીસે ત્રણેય આરોપીને ગણતરીના સમયમાં ઝડપી જેલ હવાલે કરી પૂછપરછ આદરી છે. આ અંગે પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હત્યાને કારણે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેમજ આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. પરિવારજનો તેમજ સંબંધીઓ લાડકવાયી દીકરીની હત્યાથી શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.