Fire In Building At Goregaon Suburb Of Mumbai: મહારાષ્ટ્રના ગોરાગોનમાં શુક્રવારે વહેલી સવારે એક સોસાયટી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોતના અહેવાલ છે, જ્યારે 51 લોકો ઘાયલ થયા છે. આ પૈકી પાંચ લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. BMCના એક અધિકારીએ જણાવ્યું કે જય ભવાની ભવનમાં સવારે 3 વાગ્યે આગ લાગી હતી. આ સાત માળની ઇમારત ગોરેગાંવ પશ્ચિમના આઝાદ નગર વિસ્તારમાં આવેલી છે.
તાજેતરની માહિતી અનુસાર, આ આગમાં 46 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી સાત લોકોના મોત થયા હતા. તે જ સમયે, કૂપ અને એચબીટી હોસ્પિટલમાં 39 લોકોની સારવાર ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે બે બાળકો અને બે મહિલાઓ સહિત છ લોકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા છે. અન્ય ઘાયલોને બંને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હોવાનું જાણવા મળે છે. આગ બુઝાવવાની કામગીરીમાં આઠ ફાયર એન્જિન અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો, ભંગારની સામગ્રી, પાર્ક કરેલા વાહનોમાં લાગી હતી, જેના કારણે લોકો જુદા જુદા માળ પર ફસાયા હતા. આગ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો, ભંગારની સામગ્રી, પાર્ક કરેલા વાહનો, વાહનો સુધી સીમિત હતી, જેના કારણે લોકો જુદા જુદા માળે ફસાયા હતા.
#WATCH | Goregaon Fire | Mumbai: Latest visuals from the spot.
A fire broke out in Mumbai’s Goregaon area late last night in which a total of 51 persons were injured. 7 deaths have been reported so far. Whereas the condition of 5 is critical, 35 persons are being treated and 4… pic.twitter.com/3VlaU99NCY
— ANI (@ANI) October 6, 2023
મૃત્યુ પામેલાઓમાં બે સગીર અને બે મહિલાઓનો સમાવેશ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું કે, ગોરેગાંવ પશ્ચિમના આઝાદ નગર વિસ્તારમાં આવેલી જય ભવાની બિલ્ડીંગમાં સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
આગમાં ઘાયલ લોકોને જોગેશ્વરીના ટ્રોમા સેન્ટર અને જુહુની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી બે સગીર અને બે મહિલા સહિત છને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. આઠથી વધુ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લીધી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગી શકે છે અને થોડી જ વારમાં આગ આખા પાર્કિંગમાં અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી.
સીએમ શિંદેએ 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની કરી જાહેરાત
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે કહે છે, ‘હું સતત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને પોલીસ સાથે વાત કરી રહ્યો છું. જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સરકાર તેમના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. ઇજાગ્રસ્તોને સરકાર દ્વારા સારવાર આપવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube