ભાઈને મળીને ઘરે પરત ફરતી ત્રણ બહેનોના પરિવારને થયો રસ્તામાં જ કાળનો ભેટો- 6 વર્ષની બાળકી સહીત ત્રણના મોત

Ajmer Road Accident: અજમેર (Ajmer) ના શ્રીનગર (Srinagar) નજીક મોડી રાત્રે 11 લોકોને લઈ જતી કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણ લોકોના…

Ajmer Road Accident: અજમેર (Ajmer) ના શ્રીનગર (Srinagar) નજીક મોડી રાત્રે 11 લોકોને લઈ જતી કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. હાલ ઘાયલોને સારવાર માટે જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં સવાર લોકો જયપુરમાં તેમના ભાઈને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા. મળેલી માહિતી અનુસાર, મૃતકો અને ઇજાગ્રસ્તો તતોટી ગામના રહેવાસી છે.  

હાલપોલીસ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. મૃતકોમાં કારના ડ્રાઈવર ભાગચંદ અને નાના જ્ઞાનચંદ (ઉંમર વર્ષ 62) – દોહિતી હરદિયા (ઉંમર વર્ષ 6)નો સમાવેશ થાય છે. ત્યારે 6 વર્ષની આરોહી જેએલએન હોસ્પિટલમાં દાખલ છે. જેમની હાલત ગંભીર છે, હાલ ડોક્ટર દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

કારમાં સવાર ઘાયલ યુવતી રસના સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આખો પરિવાર જયપુરથી તતોટી જઈ રહ્યો હતો, બધા સૂઈ ગયા હતા. કારમાં માત્ર એક જ વ્યક્તિ જાગી રહ્યું હતું. તેણે જણાવ્યું કે સામેની ટ્રક ઓવર સ્પીડમાં આવી રહ્યું હતું. અચાનક તેણે બ્રેક લગાવી અને આ પછી અમારું વાહન તેની સાથે અથડાયું.

શ્રીનગર પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેશ કુમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, રાત્રે લગભગ 11 વાગે બડા બાવડી ગામ પાસે ઈકો કારનો અકસ્માત થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવ અંગે માહિતી લેવામાં આવી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. આઠ લોકોને જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી મેળવવામાં આવી રહી છે. હાલ મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. 

હકીકતમાં ત્રણ બહેનો અને તેમનો આખો પરિવાર રજાઓમાં નાના ભાઈ એન્જિનિયર અવિનાશને મળવા માટે 20 મેના રોજ જયપુર ગયા હતા. માતા-પિતા પણ ત્યાં જ હતા. પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મેળલી માહિતી અનુસાર આ અકસ્માતમાં હરદિયા પુત્રી મનીષ જૈન (ઉંમર વર્ષ 6) જે તંતોટી અજમેરના રહેવાસી હતા, જ્ઞાનચંદ ઉ.શોભાગ મલ (ઉંમર વર્ષ 62) જે તંતોટી અજમેરના રહેવાસી હતા અને ભાગચંદ ઉ. ગણપત દરજી જે તંતોટી અજમેરના રહેવાસી હતા તેમના આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્ય છે.

જયારે આ અકસ્મતમાં મંજુ પત્ની જ્ઞાનચંદ (ઉંમર વર્ષ 62), રસના પુત્રી જ્ઞાનચંદ (ઉંમર વર્ષ 34), રેખા પુત્રી જ્ઞાનચંદ (ઉંમર વર્ષ 36), રાખી પુત્રી જ્ઞાનચંદ (ઉંમર વર્ષ 31), અંજના પુત્રી વિમલ (ઉંમર વર્ષ 12), આરોહી પુત્રી ગૌરવ (ઉંમર વર્ષ 6), અનાયા પુત્રી ગૌરવ (ઉંમર વર્ષ 3), લક્ષ્મી પુત્રી વિમલ ઘાયલ ઘ્યા છે.

ઘાયલ પરિવારના સંબંધી સુનીલે જણાવ્યું કે આખો પરિવાર ગઈકાલે તેના ભાઈ સાથે રજા મનવા માટે જયપુર ગયો હતો. ગઈ કાલે ખાટુ શ્યામ જીને ગયા પછી, આખો પરિવાર ભાઈને જયપુર પરત ઘરે છોડવા માટે ગયો હતો અને ત્યાંથી ઘરે આવા નીકળ્યો હતો, આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *