હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ વાયરસને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચૂક્યાં છે. ત્યારે આવાં સમયમાં લોકોની બીમારીઓને લઈને ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.
અમદાવાદમાં રહેતી માત્ર 30 વર્ષની એક પુત્રવધૂ ગરીમા અગ્રવાલે તેનાં 61 વર્ષના સસરા દિનેશ અગ્રવાલને તેનાં લિવરનો કુલ 60 % ભાગ ડોનેટ કર્યો છે. હોસ્પિટલના તબીબોએ પરિવારને જણાવતાં કહ્યું હતું કે, ‘લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એક આખરી વિકલ્પ છે, કેડેવરમાં પણ વેઈટિંગ છે, જો આપનાં પરિવારમાંથી કોઈ લિવર આપી શકે તેમ હોય તો કહો’. આ વાત સાંભળીને તેમની પુત્રવધૂએ લિવર આપવાની તૈયારી દર્શાવતા સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.
સાયન્સ સિટી રોડ પર રહેતા દિનેશ અગ્રવાલને લિવર સોરાઈસિસનું નિદાન કરવામાં આવ્યું હતું. એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા જ તબીબે લિવર ટ્રાન્સપ્લાન્ટની અન્ય સિવાય કોઈ વિકલ્પ નહીં હોવાનું પણ કહ્યું હતું. તેમના કુલ 6 ભાઇ-બહેન તથા કુલ 3 પુત્રોમાંથી એકપણના લિવર મેચ થયાં ન હતાં અને નવેમ્બર 2019 તેમની સ્થિતિ વધારે બગડી ગઈ હતી. તેમની પરિસ્થિતિ જોઇને જ ડોકટરની સલાહ લેવામાં આવી હતી અને મુંબઇ, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લોર, દિલ્હી અને અમદાવાદ સહિતના કેન્દ્રો પર કેડવર લિવરની માટે નોંધણી કરાવી હતી પરંતુ લૉકડાઉનને લીધે વાત અટવાઈ પડી હતી.
અંતે જૂનમાં SGમાં આવેલ હાઇવેની ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ પણ કરવામાં આવ્યા હતાં અને પુત્રવધૂએ લિવરનું દાન પણ કર્યું હતું. સસરા પુત્રવધૂનું લિવર દાનમાં લેવા માટે તૈયાર ન હતા. પણ પુત્રવધૂએ એક દીકરી બનીને તેમને સમજાવ્યા હતા. છેવટે લિવરનો કુલ 60 % ભાગ દાન કરીને પુત્રવધૂએ પોતાનાં સસરાનો જીવ બચાવી લીધો હતો.
સસરા દિનેશ અગ્રવાલે જણાવતાં કહ્યું હતું કે, મારા કુલ 3 દીકરા ન કરી શકયા એ મારી પૂત્રવધૂએ જ કરી બતાવ્યું, હું તો તેનો ભવભવનો ઋણી થઇ ગયો છું. તેણે તેના નામ પ્રમાણે જ કામ કરી બતાવ્યું છે.
પુત્રવધૂ ગરીમા અગ્રવાલે જણાવતાં કહ્યું હતું કે, અમારા ઘરનું વાતવરણ એવું છે, કે હું સાસરે છું એવું નથી લાગ્યું તેઓ મારા પિતા કરતા પણ વધારે મને રાખે છે. મારું લિવર લેવા માટે સસરા પણ નહોતા માનતા ત્યારે મારા માતા-પિતા તથા ભાઇ રાજસ્થાનથી કુલ 2 વખત આવીને તેમને સમજાવ્યા હતા. મને દીકરીની જેમ જ તથા પિતા કરતા પણ વધુ રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.