સુરત(Surat): આપઘાતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સુરતના પાંડેસરાના વડોદ ગામમાં રહેતા એક 30 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોકે યુવકના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી. ત્યારે આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરામાં યુવકનો આપઘાત:
30 વર્ષીય દિલીપ શ્રીનાથ રાણા મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના બારેશ્વર ગામનો વતની હતો. ત્યારે હાલ તેઓ સુરતના પાંડેસરા સ્થિત વડોદ ગામ ધનશુંકભાઈની ચાલમાં રહેતો હતો. તે સુરતમાં છેલ્લા બે વર્ષથી તે સંચાના કારખાનામાં કામ કરતો હતો. આ દરમિયાન આજે તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
આપઘાતનું કારણ અકબંધ:
ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ તપાસ હાથ ધરતા આપઘાત કરનાર યુવક પાસેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. સાથે જ પૂછપરછ કરતા યુવકને કોઈ પ્રકારનું આર્થિક કે અન્ય કોઈ વાતને લઈ કે ડિપ્રેશનમાં હોય કે ચિંતામાં મૂંઝવણ અનુભવતો હોય તેવું કોઈ કારણ જાણી શકાયું નથી.
પોલીસે અકસ્માત મોત ગુનો નોંધ્યો:
જેને પગલે આપઘાતનું કારણ અકબંધ રહ્યું છે. તેથી પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.
પરિવારનો એકનો એક દીકરો હતો
જાણવા મળ્યું છે કે, યુવક પરિવારમાં એકનો એક દીકરો હતો. સુરતમાં રહેતો હોવાથી તે એક મહિના પહેલા જ પોતાના વતન ગયો હતો. ચાર દિવસ પહેલા જ વતનથી તે સુરત પરત ફર્યો હતો. અને બાદમાં તેણે આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. ત્યારે પરિવારના એકના એક દીકરાએ આમ અચાનક જ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.