કોંગ્રેસનું નામ લીધા વગર CR પાટીલ બોલ્યા ‘લલ્લુઓ સાંભળી લો… 2024માં અયોધ્યા આવે…’

Ask Congressmen to visit Ayodhya in 2024, CR Patil: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR Patil) સોમવારે કચ્છના ભુજના પ્રવાસે હતા. અહીંયા એક સંબોધનમાં…

Ask Congressmen to visit Ayodhya in 2024, CR Patil: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR Patil) સોમવારે કચ્છના ભુજના પ્રવાસે હતા. અહીંયા એક સંબોધનમાં સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સી.આર. પાટીલે કહ્યું હતું કે, અત્યાર સુધી કોંગ્રેસવાળા કહેતા હતા કે, “મંદિર વહી બનાયેંગે… લેકિન તારીખ નહી બતાયેંગે…” પરંતુ હવે આ લલ્લુઓ (કોંગ્રેસવાળા) ને કહેજો કે આવતા વર્ષે રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા આવી જાય.

સામાન્ય રીતે તો દિગ્ગજ નેતાઓ પોતાના શબ્દોને માપી તોલીને જ બોલતા હોય છે. રાજકારણમાં તો ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે, ‘નજર ફરે અને વાર્તાલાપ સમજાઈ જાય’ અહીંયા આવું જ કઈક થયું હતું. સી.આર. પાટીલે આગળ કહ્યું, ‘દેશવાસીઓએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને પૂર્ણ બહુમતીની સરકાર બનાવી, અને પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને આપેલા વચન અનુસાર તમામ અવરોધો દૂર કરીને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો આરંભ કરાવ્યો.’

કચ્છના ભૂજ ખાતે જિલ્લા ભાજપના નવ નિર્મિત વિશાળ કાર્યાલયના ઉદ્ઘાટન નિર્મિતે કાર્યકરોને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું દેશના કરોડો લોકોએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂક્યો અને બે વખત બહુમતી સાથે સત્તા સોંપી. પ્રધાનમંત્રી મોદીએ દેશના કરોડો લોકોને આપેલા વચન અનુસાર રામ મંદિરની જેમ જ કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવી. ત્યારે પણ કોંગ્રેસના એક નેતાએ રાજ્યસભામાં કહ્યું કે, આ નિર્ણયથી દેશમાં લોહીની નદીઓ વહેશે, પરંતુ આવું કઈ થયું નથી. આવી જ રીતે પ્રધાનમંત્રી મોદીની સરકારે દેશના લોકોને આપેલા વચન પુરા કર્યા છે.

સી.આર. પાટીલે કાર્યકર્તાઓને જણાવતા કહ્યું હતું કે, આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગુજરાતમાં તો મને ખાતરી છે કે 26 બેઠકો પર પાંચ-પાંચ લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે, પરંતુ કચ્છના વતનીઓ તો સમગ્ર દેશભરમાં પથરાયેલા છે. સાથે જ ધંધો વેપાર કરતા લોકો સાથે પણ સંકળાયેલા છે. સી.આર. પાટીલે કહ્યું કે, આ દરેક લોકોને તમારે કહેવાનું છે કે, વર્ષ 2024માં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી 400થી વધુ બેઠક સાથે જીત હંસલ કરશે, અને આ જીત માટે તમે પણ પ્રયત્ન કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *