કોરોનાથી સાજા થયેલા સેંકડો જમાતી પોતાના શરીરમાંથી આપશે એવી કીમતી વસ્તુ કે મટી જશે કોરોના

દેશમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૨૭ હજાર સુધી પહોંચી ગઈ છે. ૮૦૦થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પાછલા મહિને દિલ્હીમાં યોજાયેલ તબલીગ જમાત કાર્યક્રમ પછી દેશમાં કરોનાના કેસ ઝડપથી વધ્યા છે. જમાત સાથે જોડાયેલા સેંકડો લોકો ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાંથી અમુક હાલ સ્વસ્થ થઈ ગયા છે અને બીજા દર્દીઓ ના જીવ બચાવો પ્લાઝમા ડોનેટ કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અપીલ કરી હતી કે સ્વસ્થ થયેલા દર્દીઓ પોતાનું પ્લાઝ્મા ડોનેટ કરે. ત્યારબાદ સુલતાનપુરી સેન્ટરમાં સ્વસ્થ થયેલ જમાતના ચાર સભ્યોએ પોતાનું પ્લાઝમા ડોનેટ કર્યું. સૂત્રોનું માનીએ તો સ્વસ્થ થયેલ ત્રણ સો કરતાં પણ વધુ તબલીગી જમાતના સદસ્યો પોતાનું પ્લાઝમા ડોનેટ કરવા દિલ્હી સરકારના કન્સેન્ટ ફોર્મ માં સાઇન કરશે.

નરેલા સેન્ટરમાં 190, સુલતાનપુરી સેન્ટરમાં 51 અને મંગોલપુરી સેન્ટરમાં 42 જેટલા તબલીગીઓ પોતાનું પ્લાઝમા ડોનેટ કરશે. દિલ્હી સરકારનું સ્વાસ્થ્ય વિભાગ પ્લાઝમા થેરાપીથી લોકોનો ઈલાજ કરી રહ્યું છે. તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદ એ સ્વસ્થ થયેલા તબલીગીઓને બ્લડ પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરી છે.

તબલીગી જમાતના આ નેક કામને કારણે હમણાં ટ્વિટર પર #તબલીગ_જમાત_પર_ગર્વ_છે નું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. અમુક લોકો ટ્વિટર પર તબલીગીઓને હીરો પણ કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *