ભારતને સોનેકી ચીડિયા કહેવામાં આવતી હતી. તેના પુરાવા આજે આ રાજ્યમાંથી મળી આવ્યા છે. સરકારને 3000 ટનનું સોનું મળી આવ્યું છે. જે જમીનની અંદર દટાયેલું હતું. રાજ્યના ખનિજ વિભાગને સોનાની ભાળ મળી છે. આ સોનાની કિંમત સાંભળી રાજ્ય સરકાર પોતે પણ હેરાનીમાં મૂકાઈ ગયું છે. સોનાની કિંમત 12.5 લાખ કરોડ રૂપિયાથી વધારે કહેવામાં આવી રહી છે. જેનું વજન 3000 ટનથી પણ વધારે છે.
ભારતના ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના એક ગામના પહોડોમાંથી 3000 ટન સોનું જમીનની અંદર ડટાયેલું મળી આવ્યું ચા. ઉત્તર પ્રદેશના ખનિજ વિભાગને આ છુપાયેલા સોનાની ખબર પડી છે. તેની જાણ થયા બાદ સરકારે તરત જ તેને કાઢવાનું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
જિયોલોજિસ્ટિક સરવે ઓફ ઈન્ડિયાની ટીમ પાછલા 15 વર્ષથી આ સોનાને શોધવાનું કામ કરી રહી છે. 8 વર્ષ પહેલા GSIની ટીમને પહાડોની જમીનની અંદર સોનું દબાયેલું છે તેની જાણકારી આપી હતી. હવે યોગી સરકારે ઝડપથી આ સોનાને વેચવા માટે ઈ-નીલામીની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
વર્ષ 2005થી અહીં GSIની ટીમ સોનાને શોધવાનું કામ કરી રહી હતી. ઘણી વિચારણા બાદ ટીમે સોનભદ્ર જિલ્લાના આ વિસ્તારમાં સોનાનો ભંડાર હોઈ શકે છે તેનું અનુમાન લગાવ્યું હતું. ત્યાર બાદ 2012માં તે વાતને કન્ફર્મ પણ કરી દેવામાં આવી. ત્યારે આ ટીમે જણાવ્યું હતું કે સોનભદ્રના પહાડોમાં સોનું મોજૂદ છે.
મળતી માહિતી પ્રમાણે, GSIની ટીમે જણાવ્યું હતું કે, જિલ્લાના હરદી ક્ષેત્રમાં 646.15 કિગ્રા સોનાનો ભંડાર છે. તેના સિવાય સોન પહાડોમાં 2943.25 ટન સોનાનો ભંડાર છે. ત્યાર બાદ સરકારે તેજી દેખાડતા સોનાના બ્લોક વહેંચણીની પ્રક્રિયા શરૂ કરી દીધી. ઈ-ટેન્ડરિંગ દ્વારા બ્લોકની નીલામી માટે 7 સભ્યોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. ટીમ આખા ક્ષેત્રનું જિઓ ટેગિંગ કરશે. ત્યાર બાદ 22 ફેબ્રુઆરી સુધી રિપોર્ટ ખનિજ વિભાગને મોકલશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.