ગોવિંદ ધોળકીયા સુરત ના હીરા ઉદ્યોગપતિ છે તેમના દાનવીર સ્વભાવને ભાગ્યે જ કોઈક ગુજરાતી નહિ જાણતો હોય. ત્યારે સુરત શહેરના ઉધોગપતિ ગોવિંદ ધોળકિયા વધુ એક સેવાનું કાર્ય આદર્યું છે. જે જાણીને સૌ કોઈ વાહ વાહ કરી રહ્યા છે.
સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા શ્રી રામકૃષ્ણ ડાયમંડ ના નામે હીરા કંપની ચલાવે છે. તેઓ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને ધર્મ પ્રવર્તન નું કાર્ય પણ કરે છે.
ગુજરાતમાં આદિવાસી જિલ્લા તરીકે ગણાતા ડાંગમાં તેઓ 311 હનુમાનજી મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે. જેમાંથી 14 મંદિરનું લોકાર્પણ તેઓએ કરી દીધું છે. તેઓને આ વિચાર ક્યાંથી આવ્યો તે અંગે વાત કરતાં ગોવિંદભાઈ કહે છે કે, એક વખત હું ડાંગના આદિવાસી વિસ્તારમાં ફરી રહ્યો હતો. ત્યારે મેં એક ઝાડ નીચે હનુમાનજીની મૂર્તિ ખંડિત હાલતમાં જોઇ હતી. જે જોઈને ડાંગ જિલ્લાના ગામમાં હનુમાન મંદિર નિર્માણ કરાવી આપવાનો સંકલ્પ કર્યો.
અત્યાર સુધી તેઓએ રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ ના માધ્યમ થી ડાંગ જિલ્લામાં સુબીર તાલુકા ના 14 ગામમાં મંદિરનું લોકાર્પણ કરી દીધું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા રામ જન્મભૂમિ ક્ષેત્રના અધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજના હસ્તે કરવામાં આવનાર છે.
ગોવિંદભાઈ ધોળકિયા મંદિરોના નિર્માણ પાછળનો હેતુ જણાવતા કહે છે કે, હનુમાનજી મંદિરમાં લોકો ભક્તિ સેવા સ્મરણ સાથે ગામની એકતા વધે અને વ્યસન મુક્તિ થાય અને સંસ્કાર સિંચાઈ તે માટે નો છે. ડાંગમાં મંદિર નિર્માણ પાછળ નું ધાર્મિક મહત્વ પણ છે. ડાંગમાં જ ભગવાન શ્રી રામ શબરી માતા ને ત્યાં પધાર્યા હતા. ડાંગના જંગલોને દંડકારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.
અગાઉ પણ ગોવિંદ ધોળકિયાએ નાગાલેન્ડના ગ્રામજનોની આધ્યાત્મિક લાગણીઓને માન આપીને અને વર્ષ 2019માં તેમના ગામમાં શિવ મંદિર બાંધવા માટે તેમને આર્થિક મદદ કરી હતી.
ભવ્ય રામમંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપનાર સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું (Govind Dholakiya) લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમના ત્રણ વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈને વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.