150 કરોડનો આંકડો પાર કરશે ‘Kashmir Files’ -જે ફિલ્મની પહેલા દિવસે માત્ર 650 સ્ક્રીન હતી આજે છે 4,000 સ્ક્રીન!

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ'(‘The Kashmir Files’) બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. હાલ થિયેટરોમાં માત્ર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું વર્ચસ્વ છે. કાશ્મીરી પંડિતો(Kashmiri Pandits)ના દર્દ પર બનેલી ફિલ્મે સૌની છાતી ફાડી નાખી છે. જે પણ ફિલ્મ જોવા માટે સિનેમા હોલની અંદર ગયા છે. બહાર આંખો ભીની કરીને જ પાછા ફર્યો છે. તો ચાલો જાણીએ કે 9મા દિવસે કમાણી મામલે ફિલ્મે કયો નવો રેકોર્ડ બનાવ્યો છે.

BOX OFFICE પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું વર્ચસ્વ:
કાશ્મીરી પંડિતોના દર્દને ઉજાગર કરતી ‘Kashmir Files’ ની વાર્તા દરેકના હૃદયને સ્પર્શી જાય છે. તેથી જ લોકો ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં ઉમટી પડ્યા છે. આ ફિલ્મે 8મી આમિર ખાનની દંગલને પછાડીને રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. 9મા દિવસે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર 24.80 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

શનિવારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે 24.50 કરોડની કમાણી કરી છે. જ્યારે ફિલ્મે હોળી પર 19.15 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધીના તમામ આંકડાઓ સહિત ફિલ્મે બોક્સ ઓફિસ પર 140.95 કરોડની કમાણી કરી છે. ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે તે જોઈને કહી શકાય છે કે કમાણીનો આ સિલસિલો ઘણો આગળ વધશે.

OTT પર આવશે સીરીઝ:
‘Kashmir Files’ની લોકપ્રિયતા જણાવી રહી છે કે, ફિલ્મ બીજા વીકએન્ડ પર 150 કરોડનો આંકડો પાર કરી શકે છે. જે હવે મોટી વાત નથી. આટલું જ નહીં, વિવેક અગ્નિહોત્રી OTT પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર સીરિઝ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. જો આમ થશે, તો OTT પર પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નવો ઈતિહાસ રચતી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *