રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોરોના નાચ્યો! ઓમિક્રોનના હાહાકાર વચ્ચે નિયમોના ઉડ્યા લીરેલીરા- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં કોરોનાની સાથે સાથે ઓમિક્રોન(Omicron)ની દહેશત ફેલાઈ ચુકી છે. જ્યાં શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સીટી(Marwadi University)માં ઇથોપિયાથી અભ્યાસ અર્થે આવેલી 23 વર્ષીય યુવતી કોરોના(Corona) પોઝિટિવ સામે આવી છે અને તેને ઓમિક્રોન હોવાની આશંકા પણ પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DJ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં DJના તાલે 1 હજાર જેટલાં યુવક-યુવતીઓ નાચ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ અંગે મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન 2એ જણાવતા કહ્યું હતું કે, પોલીસ દ્વારા રાત્રે તપાસ કરવામાં આવતા પાર્ટી પૂર્ણ થઈ ગઈ હતી. આ વીડિયો મામલે CCTV ફૂટેજ માટે DVR મેળવી તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પાર્ટી કરવા બદલ મારવાડી યુનિવર્સિટીના સંચાલકો અને જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ મુદ્દે મારવાડી યુનિવર્સિટીનાં સૂત્રોએ જણાવતા કહ્યું હતું કે. આ પાર્ટી ચાલતી હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી આવી હતી અને પાર્ટી બંધ કરાવી હતી તથા બધાને હોસ્ટેલ જવા માટેની સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાર્ટી રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં યોજવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની જગ્યાએ બધાને જવા દેતાં અનેક તર્ક-વિતર્કો શરુ થઇ ગયા છે.

આ ડીજે પાર્ટીમાં એકપણ યુવક-યુવતીના ચહેરા પર માસ્ક કે સોશિયલ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું. જાણે કે કોરોના ગાયબ થઇ ગયો હોય તેવી રીતે મન મૂકીને યુવાવર્ગ ડીજે પાર્ટીમાં નાચતા જોવા મળ્યા હતા. યુવક અને યુવતીઓને જાણે કોરોનાનો કોઈપણ પ્રકારનો ડર કે ભય ન હોય તેવું આ પ્રકારની પાર્ટીને જોતા લાગી રહ્યું છે.

હજુ તો ગઈકાલે પોલીસ દ્વારા કડક ચેકિંગના બણગા પણ ફૂંકવામાં આવ્યા હતા તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કેમ નહિ એ સૌથી મોટો સવાલ ઉદભવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મારવાડી યુનિવર્સિટીમાં વિદેશના 900 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તાજેતરમાં સંક્રમિત થયેલા વિદ્યાર્થિની ઓમિક્રોન શંકાસ્પદ હોવાની શક્યતા પ્રસાશન દ્વારા સેવવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, મારવાડી યુનિવર્સિટીના સંચાલકો અને પાર્ટીના આયોજકો સામે કાર્યવાહી થશે કે કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *