મોતનું મેદાન બન્યું ક્રિકેટ ગ્રાઉન્ડ… ક્રિકેટ રમતા-રમતા વધુ એક ક્રિકેટરને આવ્યો હાર્ટ એટેક, ચાર વર્ષના બાળકને ગુમાવ્યો પિતાનો છાયો

ગુજરાત(Gujarat):  જો વાત કરવામાં આવે તો રાજ્યમાં યુવાનોમાં સતત હાર્ટ એટેક(Heart attack)ના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. આટલું જ નહિ પણ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ક્રિકેટ રમત રમતા જ યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે. ત્યારે આજે ફરી એક આવો જ બનાવ સામે આવ્યો છે અને જેમાં ક્રિકેટ રમતા રમતા વધુ એક હળવદ(Halvad)ના 32 વર્ષીય ગ્રામ સેવકનું મોત નીપજ્યું છે.

મહત્વનું છે કે, લજાઈ ખાતે ક્રિકેટ રમતા રમતા હળવદના 32 વર્ષીય ગ્રામ સેવક અશોક કણઝરીયાનું દુઃખદ નિધનથયું છે. મળતી માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે, આગામી 25થી 31 માર્ચ દરમિયાન જિલ્લા પંચાયતની ક્રિકેટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે, જેને ધ્યાને લઈને લજાઈ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, લજાઈ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ દરમિયાન હળવદના ગ્રામ સેવક અશોક કણઝરીયાને અચાનક ઉલટી થવાને કારણે તેઓને તરત જ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોકટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને મોત પાછળનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, 32 વર્ષીય ગ્રામ સેવકનું અચાનક મોત થવાને કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માત્ર 4 વર્ષના સંતાને પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતા સમયે 45 વર્ષના મયુર મકવાણા અચાનક જ ઢળી પડ્યો હતો. જેથી તરત જ મયુરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *