NEET Result: પીપી સવાણી સ્કુલના વિદ્યાર્થીઓ NEET મેઇન્સમાં ચમક્યા

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ  નીટ મેઈન પરીક્ષાનું (NEET Result) આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના ખોખરીયા યુગ રમેશભાઈ ૭૦૫ માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં EWS કેટેગેરીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થી નીલ નીતેશભાઈ લાઠીયાએ 710 માર્ક્સ મેળવી સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં 30 મો રેન્ક મેળવી સુરતનું નામ રોશન કર્યું હતું.

ફરી એક વાર પી.પી. સવાણી સ્કુલનો દબદબો – નીટ 2023 નું પરિણામ –પી.પી.સવાણી સ્કૂલનો “ખોખરીયા યુગ રમેશભાઈ” સમગ્ર ભારતમાં 8 રેન્ક તથા ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી સુરતનું નામ રોશન કર્યું છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે યુગ ખોખરીયા પ્રેરણારૂપ બન્યો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ (NEET Result) સારો સ્કોર પ્રાપ્ત કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ યુગ ખોખરીયા બન્યો અને સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું.

આ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.આ તબક્કે ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓને પી.પી.સવાણી ગ્રુપના ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણીએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી યુગ રમેશભાઈ ખોખરીયા નીટ પરિણામમાં ૭૨૦ માંથી ૭૦૫ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં EWSએ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. આમ શાળાના સહકાર અને યુગની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે યુગને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ, યુગ એમના પરિવાર સાથે હીરાબાગ સર્કલ પાસે સંતલાલ સોસાયટીમાં રહે છે. યુગ રાજકોટ જીલ્લાના ગુંદાળા ગામના વતની છે. યુગ ખોખરીયાના પિતા એમ્બ્રોડરી જોબવર્ક કરે છે અને માતા ગૃહિણી છે. ભવિષ્યમાં યુગ AIIMS Delhi માંથી MBBS કરવા માંગે છે.

અન્ય એક વિદ્યાર્થી નીલ નિતેશભાઈ લાઠીયા ની વાત કરીએ તો પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરીને નીલ એ નીટ પરિણામમાં ૭૨૦ માંથી ૭૧૦ માર્ક્સ મેળવી સમગ્ર ભારતમાં જનરલ કેટેગરીમાં 30મો રેન્ક મેળવ્યો છે. આમ શાળાના સહકાર અને નીલ ની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે નીલને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ, નીલ એમના પરિવાર સાથે મોટા વરાછા ખાતે શિવાંજલી હાઈટસમાં રહે છે. અને તેના પિતા સર્જન ડોક્ટર (ઓર્થોપેડીક) છે જયારે માતા ગૃહિણી છે. નીલનું સપનું AIIMS Delhi માંથી MBBS કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *