ભારતમાં કોરોનાના કહેર વચ્ચે આઈપીએલ 2021 (IPL 2021) નો રોમાંચ ચરમસીમાએ છે. ત્યારે આજરોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદ તરફથી ક્રિકેટ રમનાર ૩૩ વર્ષીય ભારતીય ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી નિધન થયું છે.
અશ્વિન યાદવ (Ashwin Yadav) નામના આ ફાસ્ટ બોલરનું (Fast bowler) અચાનક જ મોતને ભેટતા તેની પત્ની અને 3 બાળકો માટે મોટો આંચકો છે જ, તેમ જ ભારતીય ક્રિકેટ (Indian cricket) જગતમાં પણ આનાથી દુઃખનો માહોલ છવાઈ ગયો છે.
અશ્વિન યાદવે તેની કારકિર્દીમાં હૈદરાબાદ તરફથી 14 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેણે 34 વિકેટ લીધી હતી. 2007 માં તેણે મોહાલીમાં પંજાબ સામે રણજી ડેબ્યુ કર્યું હતું. યાદવનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2008-09માં દિલ્હી સામેની મેચમાં જોવા મળ્યું હતું, જ્યારે તેણે ઉપલ સ્ટેડિયમમાં 52 રન આપીને 6 વિકેટ લીધી હતી.
અશ્વિન યાદવે છેલ્લી રણજી મેચ 2009 માં મુંબઇ સામે રમી હતી. રણજી કારકીર્દિ છોડ્યા પછી પણ, તે ક્રિકેટર તરીકે સ્થાનિક લીગમાં સક્રિય હતો. 33 વર્ષીય અશ્વિન યાદવે હૈદરાબાદ તરફથી 10 લિસ્ટ-એ મેચ અને 2 ટી-20 મેચ પણ રમી હતી.
Devastated to hear the news of #Ashwinyadav passing away. A Very jovial and fun loving guy, team man to the core, punched way above his skills as a fast bowler. I pray to God for strength to his family. #gonetooearly #OmShanti
You will be missed. pic.twitter.com/0gIuOKZr6L— R SRIDHAR (@coach_rsridhar) April 24, 2021
ભારતના ફિલ્ડિંગ કોચે દુ:ખ વ્યક્ત કર્યું
ભારતના હાલના ફિલ્ડિંગ કોચ આર.કે. શ્રીધરે અશ્વિનના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે હૈદરાબાદના ઝડપી બોલરને મનોરંજક પ્રેમાળ વ્યક્તિ ગણાવ્યું અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આર. શ્રીધરે ટ્વીટ કર્યું, “અશ્વિન યાદવના નિધનના સમાચારથી હું દુ:ખી છું. તે ટીમમેન છે. તે આનંદદાયક હતો. તે એક ઝડપી બોલર હતો. હું તેમના પરિવારને હિંમત આપવા ભગવાનને પ્રાર્થના કરીશ.”
રાજ્યોના ક્રિકેટરોએ પણ શોક વ્યક્ત કર્યો હતો
શ્રીધર ઉપરાંત ઘણા રાજ્યોના ક્રિકેટરોએ પણ અશ્વિન યાદવના અચાનક નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઓફ સ્પિનર વિશાલ શર્માએ અશ્વિનને વધુ સારી ટીમ સાથી ગણાવ્યો હતો. તેણે કહ્યું કે તે એક એવો ખેલાડી હતો જે હંમેશા તેના ચહેરા પર સ્મિત રાખતો હતો. વિશાલ શર્માએ કહ્યું કે, અશ્વિનનાં મોતનાં સમાચારો પર વિશ્વાસ કરવો તેમના માટે મુશ્કેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.