ફાઈનલમાં મોટી ઇનિંગ રમીને ભારતને વર્લ્ડકપ જીતાડનાર ખેલાડી હવે વિદેશની ટીમ માટે રમશે- જાણો કોણ છે

ભારત દેશને અંડર-19 વર્લ્ડ કપ જીતાવનાર 28 વર્ષના ક્રિકેટર સ્મિત પટેલે નિવૃત્તિનો નિર્ણય કર્યો છે. વર્ષ 2012  ભારતની અંડર-19 ટીમે ટાઉન્સવિલેમાં વિશ્વ કપ જીત્યો હતો.…

ભારત દેશને અંડર-19 વર્લ્ડ કપ જીતાવનાર 28 વર્ષના ક્રિકેટર સ્મિત પટેલે નિવૃત્તિનો નિર્ણય કર્યો છે. વર્ષ 2012  ભારતની અંડર-19 ટીમે ટાઉન્સવિલેમાં વિશ્વ કપ જીત્યો હતો. ત્યારે 28 વર્ષીય ક્રિકેટર સ્મિત પટેલ પણ ભારતીય ટીમનો મેમ્બર હતો. 2012ના અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં કેપ્ટન ઉન્મુક્ત ચંદ સાથે સ્મિત પટેલે સાથે સદીની ભાગીદારી નિભાવી હતી અને ભારતને અંડર-19 વર્લ્ડ કપમાં જીત અપાવી હતી.

અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી અંડર 19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. નોંધનીય છે કે સ્મિત પટેલે 28 વર્ષની ઉમરમાં જ નિવૃત્તિનો નિર્ણય એટલા માટે કર્યો કે ભારતની બહાર થતી તમામ ક્રિકેટ લીગમાં તે ભાગ લઇ શકે. બીસીસીઆઈના નિયમ અનુસાર કોઈ પણ ભારતનો ક્રિકેટર નિવૃત્તિ લીધા પહેલા વિદેશની ક્રિકેટ લીગમાં ભાગ લઇ શકતો નથી. ત્યારે આ જોઇને સ્મિતે ભારતની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

સ્મિતે કહ્યું છે કે હું અમેરિકામાં જઈને એક નવી કારકિર્દી ફરીથી શરુ કરવા માંગું છું. જેને લઈને તેણે ભારતીય ક્રિકેટથી પોતાને અલગ કરવાનો એક મહત્વનો નિર્ણય લીધો છે. ક્રિકેટર સ્મિત પટેલ ગુજરાત, ગોવા, ત્રિપુરા અને બરોડા તરફથી સૈયાદ મુશ્તાક અલી ટ્રોફી રમી ચુક્યો છે.

ક્રિકેટર સ્મિત આ ઉપરાંત 2021માં રમાનારી સીપીએલમાં પણ રમશે. સ્મિતને જેસન હોલ્ડરની કેપ્ટનશીપ હેઠળની બારબાડોસ ટ્રિડેન્ટ્સે તેમની ટીમમાં સ્થાન આપ્યું છે. સીપીએલ 2021ની શરૂઆત આગામી ઓગસ્ટ મહિનામાં થશે. અત્યાર સુધીમાં સ્મિતે 28 ટી-20 મેચમાં 708 રન કર્યા છે અને સાથે જ 24 જેટલી વિકેટો ઝડપી છે.

ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા છતાં પણ સ્મિતને ભારતીય સીનિયર ટીમમાં સ્થાન મળ્યું ન હતું. હવે સ્મિત પાસે સીપીએલમાં તેના પ્રદર્શન લઈને પોતાને સાબિત કરવાની તક મળશે. સ્મિત પટેલે 55 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 3 હજારથી વધુ રન ફટકાર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *