કોહલીના એક નિર્ણયથી આ 21 વર્ષીય ખેલાડીનું સપનું સપનું જ રહી ગયું

Published on: 1:27 pm, Thu, 10 June 21

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનારા રાજસ્થાન ખેલાડી રાહુલ ચહર 8 વર્ષની ઉંમરેથી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવાનું સપનું જોયું હોય છે. પરંતુ નજીક પહોંચ્યા પછી પણ તેમનું આ સ્વપ્ન હજી પૂરું થયું નથી.

આઈપીએલમાં સ્પિન બોલર રાહુલ ચહર મુંબઇ ઇન્ડિયન્સની ટીમ તરફથી રમે છે. તેની બોલિંગ દિન પ્રતિદિન સુધરી રહી છે. તે મુંબઈના કેપ્ટન રોહિત શર્માનો વિશ્વાસપાત્ર બોલર બની ગયો છે. પરંતુ ચહર આઠ વર્ષની વયથી જ જે સ્વપ્ન જોઈ રહ્યું છે, તે નજીક પહોંચ્યા પછી પણ તે પૂર્ણ કરી શક્યો નહિ.

ચહરે હાલના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે આઠ વર્ષની ઉંમરેથી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ જર્સી પહેરવાનું સપનું જોઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી પૂર્ણ થયું નથી. ચહરે ટીમ ઈન્ડિયા તરફથી ટી-20 માં પ્રવેશ કર્યો છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી શક્યો નથી, પરંતુ આ સ્વપ્ન પૂણ થશે તેવી આશા છે.

ચહરનું કહેવું છે કે, તે આઠ વર્ષની ઉંમરેથી જ ટેસ્ટ જર્સી પહેરવાનું સપનું જોઈ રહ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસને યાદ કરતાં તેમણે કહ્યું કે, ટીમમાં સમાવિષ્ટ થવાની મને એક તક મળી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં હું તેની ખૂબ નજીક હતો પણ કોઈ સ્વપ્ન સાકાર થયું નહીં. હવે મારે એક એક પગલું આગળ વધવું પડશે, સખત મહેનત કરવી પડશે અને મારી જાતને સાબિત કરવી પડશે.

ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા અક્ષર પટેલ ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં શાહબાઝ નદીમ અને રાહુલ ચહરને તેમનો કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, કેપ્ટન કોહલીએ સિનિયર બોલર શાહબાઝને પહેલી ટેસ્ટમાં તક આપી હતી અને પટેલ બીજી ટેસ્ટમાં વાપસી કર્યો હતો. આ રીતે નજીક આવ્યાં પછી પણ મેં તે તક ગુમાવી. જોકે, 21 વર્ષિય રાહુલ પાસે હજી ઘણો સમય છે અને તે 8 વર્ષ જુનું આ સ્વપ્ન પૂર્ણ કરવા અંગે  વિશ્વાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.