આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. નાના-મોટા સૌ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. રોજ સવાર થતાની સાથે જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના સદુપયોગ કરતા દુરુપયોગના કિસ્સાઓ વધુને વધુ સામે આવતા હોય છે. આ દરમિયાન આવો જ વધુ એક શખ્સનો આણંદ જીલ્લા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. instagram પર અલગ અલગ ફેક આઈડી બનાવી આ શખ્સ રૂપિયાની માંગણી કરતો હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે.
જાણવા મળ્યું છે કે, ખેડા જિલ્લાના કઠલાલના છીપડી ગામે રહેતા યુવકે સોશિયલ મીડિયાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર છોકરીઓના નામના અલગ અલગ ફેક આઈડી બનાવી અન્ય યુવતીઓ સાથે મિત્રતા કર્યા બાદ તેની સાથે છેતરપિંડી અને પૈસા માટે બ્લેકમેલિંગ કરતો હતો જેની ફરિયાદ આધારે ઉમરેઠ પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, વિવિધ સોશિયલ મીડિયા પર અલગ અલગ ફેક આઈડી બનાવી છોકરીઓ સાથે મિત્રતા કરીને તેઓના ફોટા ફેક આઈડી પર મુકી બિભત્સ લખાણ લખી રૂપિયાની માંગણી કરતો હતો. જો રૂપિયા ન આપે તો ફેક આઈડી પરથી અપલોડ કરેલા ફોટા ડિલીટ કરતો નહીં. આ ઉપરાંત ઉમરેઠ પોલીસની તપાસમાં દિલીપના મોબાઇલમાંથી અલગ અલગ 35 ફેસબુક એકાઉન્ટ મળી આવ્યાં હતાં અને તેણે 15થી 20 યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
છત્તીસગઢના કવર્ધામાં એક પીડિત યુવતીએ નોંધાયેલ ગુના સંદર્ભે પોલીસ દ્વારા આરોપીની શોધ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન આરોપી ઉમરેઠ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. છત્તીસગઢની યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનો ગુનો હોવાથી પોલીસ દ્વારા તેને છત્તીસગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યું છે. દિલીપ આ દૈનિક મજુરી કરી જીવન ગુજારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.