Rain in Gujarat: દેશના દરેક રાજ્યમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. 8 જૂને કેરળમાં ચોમાસાએ દસ્તક દીધા બાદ મોટાભાગના રાજ્યમાં વરસાદ પહોંચી(Rain in Gujarat) ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સાઉથ વેસ્ટ મોનસૂને આખા દેશને કવર કરી લીધો છે. જેના કારણે સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયું છે. ચોમાસું પહોંચ્યું ન હોય તેવો કોઈ વિસ્તાર બાકી નથી.
બીજી બાજુ દક્ષિણ ના રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાં છલકાયા ગયા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 44 તાલુકામાં વરસાદ પડી ચુક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ જેતપુરમાં સવા 3 ઈંચ નોંધાયો છે.
ગુજરાતના 44 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
જ્યારે મેંદરડામાં 2.5 ઈંચ અને ધ્રોલમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો કુતિયાણામાં 1.5 ઈંચ, ગારિયાધારમાં 1 ઈંચ, હાંસોટમાં 1 ઈંચ, ધારીમાં 1.5 ઈંચ, કલ્યાણપુરમાં પોણો ઈંચ, બાબરામાં પોણો ઈંચ, લિલિયામાં 1 ઈંચ, કુંકાવાવમાં 1 ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, જામ કંડોરણામાં 1 ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ, જસદણમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
ગઢડાના લીબાળી ડેમના 3 દરવાજા ખોલાયા
ભારે વરસાદના કારણે ડેમમાં ખુબ જ પાણીની આવક થઈ ગઈ છે. જેથી બોટાદના ગઢડા તાલુકાના લીબાળી ડેમના 3 દરવાજા બે ફૂટ ખોલાયા છે. લીબાળી ડેમના ઉપરવાસમાં ઇતરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા લીબાળી ડેમમાં 3200 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. ડેમનું રૂલ લેવલ 125.50 ફૂટ છે. જેથી વધારે પાણીની આવક થતા ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.
જેના કારણે નીચાણવાળા 16 જેટલા ગામોને હાઈ એલર્ટ કરાયા છે. બોટાદના રામપરા, કેરાળા માંડવધાર અને ગઢડા એલર્ટ કરાયા છે. જ્યારે અડતાળા, પીપળ, તતાણા અને લાખણકા તેમજ ઇશ્વરિયાને પણ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના દરેડ, હડમતીયા, લોલીયાણા, પછેગામ, ખેતા ટીબી અને વલ્લભીપુરને પણ એલર્ટ કરાયા છે.
જૂનાગઢના માળિયાની મેઘલ નદીમાં પૂર
જૂનાગઢના માળિયામાં ઉપરવાસમાં વરસાદને કારણે સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. તેવામાં માળિયામાં આવેલી મેઘલ નદી ગાંડીતૂર બની છે. મેઘલ નદીમાં અચાનક વધેલા જળસ્તરને કારણે 2 લોકો પાણીમાં તણાયા હતા. જોકે, સ્થાનિક તંત્ર અને લોકોએ બંન્ને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. તો દેવગામ અને હીરણવેલ વચ્ચે ધસમસતા પાણીમાં ટ્રેક્ટર અને બાઇક તણાયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube