માર્ક ઝુકારબર્ગે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે બદલાઈ જશે WhatsApp, આવું લાગશે નવું ફીચર્સ

WhatsApp અવાર નવાર નવા નવા ફીચર્સ લાવતું રહે છે. ત્યારે હવે તે પોતાના વપરાશકર્તાઓ માટે ઇન્ટરફેસમાં બદલાવ લાવશે તેવી માહિતી મળી રહી છે. એક રીપોર્ટ અનુસાર WhatsApp પોતાની એપ્લીકેશનમના UIમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે બદલાવ કરવા જઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, WhatsApp ચેટ સેલ્સ વચ્ચે રહેલ સેપરેટ લાઇન્સને દુર કરી દેશે.

એક વાયરલ સ્ક્રીનશોટમાં બતાવવામાં આવી રહ્યું છે કે UI ત્યારે જ દેખાશે જ્યારે આ ફીચરને લાગૂ કરી દેવામાં આવશે. જયારે હાલમાં WhatsApp ચેટ્સને પાતળી લાઇન્સથી સેપરેટ કરવાનું કામ ચાલુ છે. આ અપડેટ બાદ આ લાઇન્સને દુર કરી દેવામાં આવશે.

આ અગાઉ ફેસબુકના CEO માર્ક ઝુકારબર્ગે કન્ફર્મ કરતા કહ્યું હતું કે, હવે WhatsApp માટે નવા ફીચર્સ લાગુ કરવામાં આવશે. હાલમાં મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરને પણ લાવવાની વાત કરવામાં આવી રહી છે. આ પ્રકારનું અપડેટ હવે ક્યારે આવશે તેમના વિશેની જાણકારી હજુ સુધી મળી શકી નથી.

કંપનીએ આ ફીચરની જાણકારી ટ્વિટર દ્વારા ટ્વિટ કરીને આપી છે અને તેમની સાથે નવા પ્રકારનું ફીચર કેવી રીતે દેખાશે તેમનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે. વાસ્તવિકતામાં હાલ સુધીમાં જે વોટ્સએપ પર ફોટો મોકલવામાં આવતો હતો તો તેનું પ્રીવ્યૂ વર્ગાકાર શેપમાં જોવા મળી રહ્યું હતું. જો ફોટો લાંબો હોય તો જે પ્રિવ્યુ દરમિયાન કપાતો હતો અને ફોટોને સરખી રીતે સપૂર્ણ જોવા માટે ફોટોને ઓપન કરવો પડેતો હતો. જયારે હવે નવા ફીચર્સમાં ફોટોને ડાઉનલોડ કર્યા બાદ ઓપન કર્યા વગર પણ જોઈ શકશો. ફોટો જે સાઈઝનો હશે તે મુજબ જ તેમનું પ્રિવ્યુ જોવા મળશે.

ફોટો સિવાય આ ફીચર વીડિયો માટે પણ લોન્ચકરવામાં આવ્યું છે. આ પ્રકારનો ફેરફાર વોટ્સએપમાં મોટો ફેરફાર ન કહી શકાય, પરંતુ જોવા જઈએ તો કામનો જરૂર છે. વોટ્સએપે આ ફીચરને iOS યુઝર્સ માટે ગયા મહિને એપ સ્ટોરમાં અપડેટ વર્ઝન  2.21.71ની સાથે લોન્ચ કર્યું હતું. એવું લાગી રહ્યું છે કે આ સુવિધા બધાં વોટ્સએપ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *