તમિલનાડુમાં એક મિત્રની કથિત રીતે પોતાના બીજા મિત્રની હત્યા ફક્ત એટલા માટે કરી દીધી કારણ કે વચન આપ્યા અનુસાર દારૂ પીવા માટે ચખણાની વ્યવસ્થા તેણે ન કરી હતી.
તમિલનાડુના જંગલ પુરા જિલ્લાના ગુડુવનચેરી શહેરમાં 38 વર્ષના એક વ્યક્તિએ કથિત રીતે પોતાના ૪૨ વર્ષીય મિત્રને ચાકુ મારીને હત્યા કરી દીધી હતી કારણ કે તેણે દારૂ સાથે ખાવાની વ્યવસ્થા ન કરી હતી. જોકે હજુ સુધી વાસુ નામના આરોપીને પોલીસ પકડી નથી શકી.
બંને રિયલ એસ્ટેટ બિઝનેસમાં દલાલનું કામ કરતા હતા અને વધારાની આવક માટે ટેક્સી ડ્રાઇવર અને ફૂલ વેચવાનું કામ કરતા હતા.lockdown દરમિયાન તમિલનાડુમાં દારૂની દુકાન ખુલ્યા બાદ બંને દારૂ પીવાનો પ્લાન બનાવ્યો.
યોજના અનુસાર વિનાયગામ ને દારૂ ખરીદવાનો હતો જ્યારે મિત્રોને સાઈડ ડીશ માટે બતકનું માસ ખરીદવાનું અને બનાવવાનું હતું. વાસુએ તેને સાથે દારૂ પીવા માટે એક ખેતરમાં બોલાવ્યો.જ્યારે તે પીવા માટે બેસી ગયા તો વાસુએ પોતાના મિત્રને જણાવ્યું કે તે બતકનું માસ નથી લાવ્યો.
આ સાંભળીને વીનાયગામ ખૂબ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો. વાસુ એક કથિત રીતે વિનયગમને ચાકુ મારી દીધું અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.
બાદમાં તેની લાશ એક રસ્તા પરથી પસાર થતાં વ્યક્તિ એ જોઈ જેના બાદ તેણે પોલીસને જાણકારી આપી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે લાશને કબજામાં લીધી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news