સુરત: કતારગામમાં સોનામાં રોકાણના નામે યુવતી પાસેથી 4.50 લાખ પડાવ્યા – હોટલમાં લઈ જઈ આચરવામાં આવ્યું દુષ્કર્મ

ગુજરાતમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. આ ઉપરાંત દિવાળી આવતા લોકો પાસેથી સોના-ચાંદીમાં રોકાણના નામે લાખો-કરોડો રૂપિયા પડાવી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે. કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે વરાછામાં રહેતા નીલ અશોક ચાંદગડિયા નામના યુવકે પહેલા તો મિત્રતા કેળવી હતી.

કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે તેના મિત્રએ લગ્નની લાલચ આપી રોકાણના બહાને તેની પાસેથી 4.30 લાખ રૂપિયા લઈને બળાત્કાર ગુજાર્યો છે. કતારગામ પોલીસે ગુનો નોંધ્યો છે. કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી 24 વર્ષિય યુવતી બ્યુટી પાર્લરની પ્રોડક્ટ વેચવાનું કામ કરે છે. જુલાઈમાં સોસિયલ મીડિયાથી તેને પરિચય આરોપી નીલ અશોક ચાંદગડિયા( રહે. અભિષેક એપાર્ટમેન્ટ, અંકુર સોસાયટી, અંકુર ચોકડી, મિની બજાર, વરાછા) સાથે થઈ હતી.

બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. નીલે યાસ્મીનને કહ્યું કે, તે દુબઈથી સોનું લાવીને અહીં વેચાણ કરે છે. તેમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે. યાસ્મીને નીલને રોકાણ માટે રૂપિયા 4.30 લાખ આપી દીધા હતા. ત્યાર બાદ નીલે યાસ્મીનને લગ્નની વાત કરી હતી.યાસ્મીન નીલની વાતોમાં આવી ગઈ હતી.

યાસ્મીન ઘરે એકલી હતી ત્યારે નીલે તેણીના ઘરે જઈને શરીરસંબંધ બાંધ્યો હતો. ઉપરાંત ડુમસની રાજહંસ બેલીજા અને વીક એન્ડ હોટલમાં લઈ જઈ સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ નીલે લગ્ન કરવાની ના પાડી દીધી હતી . તેને રૂપિયા પણ પરત કર્યા ન હતા. યાસ્મીને આરોપી નીલ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી નીલને ડિટેઇન કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *