સુરતની ગાડીઓ માંથી થઇ રહી છે સાયલેન્સરની ચોરી, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ટોળકી

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી ચોરીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં તો જાણે તસ્કરોને પોલીસનો પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં સુરત શહેરમાં માત્ર કારના જ સાયલેન્સર ચોરી કરનાર ટોળકી સક્રિય થઈ હતી. છેલ્લા દોઢેક માસમાં સરથાણા, કાપોદ્રા, મોટા વરાછા, પુણા, વરાછા સલાબતપુરા, અમરોલી, ઉધનામાં 10 ઇકો કારમાંથી સાઈલેન્સર ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું.

આ તસ્કરો કારમાંથી સાયલન્સર કાઢી જૂનું ફિટ કરીને જતા હતાં. પરંતુ, હાલ આ શાતિર ચોર ગેંગના 4 તસ્કરોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, પોલીસ તપાસમાં તસ્કરો કિંમતી ધાતુ માટે સાયલેન્સરની ચોરી કરતાં હતા. હાલ પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી 3200 ગ્રામ જેટલી સાયલેન્સરમાં વપરાથી કિંમતી માટી જેની કીમત 60 હજાર તથા 4 સાયલન્સર રૂપિયા 2 હજાર તથા સેન્ટ્રો ફોર ગાડી જેનો રજી.નં GJ-05-CE-0860 જેની કિંમત 60 હજારની મત્તાની મળી કુલ્લે 1.22 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તસ્કરોની સાથે કોણ કોણ અન્ય લોકો છે તેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એમ. વી. કિકાણી (પી. આઈ. સલાબતપુરા પો. સ્ટે.)એ જણાવ્યું હતું કે, કારના સાઈલેન્સરમાં કાર સ્મૂથ ચાલે તે માટે તેમાં ધાતુનો ચુરોનો ઉપયોગ થતો હોય છે. એક સાઈલેન્સરમાં ત્રણેક કિલો ધાતુનો ચુરો હોય છે. જાણવા મળ્યું છે કે, એક કિલો ધાતુ ચાર હજાર રૂપિયામાં વેચાય છે. ધાતુના ચુરામાં પ્લેટેનિયમ જેવી કિંમતી ધાતુ હોય છે. તેથી ટોળકી માત્ર સાઈલેન્સર ચોરી કરતી હતી અને ચોરીના સમયે યાદ રાખીને કારમાં જૂનું સાયલન્સર ફિટ કરી દેતા હતા.

પકડાયેલા આરોપીઓના નામ:
અર્શદ રફીક શેખ ઉવ.22 પો.ગેરેઝ (રહે, ઘર નગય ગલી નો4 નવા મેલા સંજયનગર પુણા), મોહમદ સલમાન મોહમદ રહીમ સીદીક ઉ.વ.21 (રહે, 65 મારતનગર લીંબાયત), વિહંદ રઉફ શેખ ઉં.વ 25 ધંધો. મજુરી (રહે, ઘર નં.308 ગલી નં 14 નવા કમેલા પુણા), અલ્પેશ ભાઈલાલભાઈ વાઘેલા ઉ.વ.18 ધંધો.સીજનેબલ (રહે, ઘર નં.104 શિવનગર સોસાયટી પટેલ નગરની બાજુમા ઉધના હરીનગર-2)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *