જાણો શું કામ વિજય રૂપાણી આજે અમદાવાદીઓને આપશે 1,078 કરોડ રૂપિયાની ભેટ, જાણો જલ્દી…

રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. કોરોના મહામારીની વચ્ચે રાજ્યમાં કુલ 8 બેઠકો પર થોડા દિવસ પહેલાં પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કુલ 3 મહિના સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે 15 ડિસેમ્બર પછી વહીવટદારની નિમણૂક કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. જેને કારણે સત્તાધારી પાર્ટી દ્વારા કુલ 72 પ્રજાકીય કામોના લોકાર્પણ તથા ખાતમુર્હૂત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

આજરોજ એટલે કે, 4 ડીસેમ્બરનાં રોજ CM વિજય રૂપાણી અમદાવાદ વાસીઓને કુલ 1,078 કરોડની ભેટ આપશે. 4 ડિસેમ્બરનાં રોજ CM વિજય રૂપાણી લગભગ 1,078 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ તથા મંજૂર કરવામાં આવેલ કામોને ઇ-લોકાર્પણ તથા ખાતમુર્હૂતથી પ્રજાને ભેટ કરવામાં આવશે. જેમાં બગીચા, બ્રીજ, હાઉસિંગ, વો.ડી. સ્ટેશન, એસ.ટી.પી અને ટેનિસ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે.

મુખ્યમંત્રીના હસ્તે થશે કુલ 72 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ખાતમુર્હત:
આવતીકાલે CM વિજય રુપાણી કુલ 986 કરોડના કુલ 51 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ખાતમુર્હત કરવામાં આવશે, જ્યારે કુલ 92 કરોડના 21 પ્રજાલક્ષી વિકાસકાર્યોનું મુખ્યમંત્રી વિજય રુપાણીનાં હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રુપાણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરશે.

બગીચા, બ્રીજ, હાઉસિંગ, વો.ડી. સ્ટેશન સહિતના કામો સામેલ:
AMC દ્વારા બોપલ વિસ્તારમાં આવેલ ડમ્પ સાઇટ ક્લીયકર કરીને જગ્યા પર ઇકોલોજી પાર્ક તૈયાર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લગભગ 5.45 કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવશે. આની સાથે જ ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, રાણીપ, વાસણા તેમજ નરોડા વિસ્તારમાં કુલ 8.49 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ કુલ 8 બગીચાના લોકાર્પણ કરવામાં આવશે.

જેમાં લાંભા વોર્ડના સૈજપુર ગામમાં કુલ 6.60 કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ વો.ડી. સ્ટેશન, ખોખરા વોર્ડમાં ગુજરાત કામદાર ખાતે કુલ 9.75 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ વો.ડી. સ્ટેશન તથા સરખેજ વોર્ડમાં કુલ 17.70 કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ વો.ડી. સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. વોટર પ્રોજેક્ટ વિભાગના લગભગ 115 કરોડના કામોનું પણ મુખ્યમંત્રી ઓનલાઇન લોકાર્પણ તથા ખાતમુર્હૂત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *