પાપાની પરીઓ ભૂલી કાયદા-કાનુન… ચાર-ચાર છોકરીઓ એક જ એકટીવા પર ગોળીની સ્પીડે ફરતી જોવા મળી

વાયરલ(Viral): લોકો એકબીજાને એવી સલાહ આપતા હોય છે કે, ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ અને હેલ્મેટ પહેરવું જોઈએ તથા ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું…

વાયરલ(Viral): લોકો એકબીજાને એવી સલાહ આપતા હોય છે કે, ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ અને હેલ્મેટ પહેરવું જોઈએ તથા ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ અમુક લોકો ટ્રાફિક નિયમો(Traffic rules)ને ખિસ્સામાં રાખીને ફરતા હોય છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ આ વાયરલ વીડિયો(Viral video)ના માધ્યમથી જોઈ શકાય છે.

મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો સામે આવતા રહેતા હોય છે, જેમાં એક વ્યક્તિ પોતાની સાથે અન્ય કોઈ વ્યક્તિનો પણ જીવ જીવ જોખમમાં નાખતો હોય છે. ત્યારે હાલમાં જ આવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સાથે ચાર છોકરીઓ એકટીવા પર જઈ રહી છે.

ઝડપથી વાયરલ થઈ રહેલો આ વિડીયો મુંબઈનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ચાર છોકરીઓ એક એકટીવા પર બેસીને જઈ રહી છે અને એ પણ હેલ્મેટ વગર. નવાઈ પમાડે તે વાત તો એ છે કે, એકટીવા પર બીજા નંબર પર બેઠેલી છોકરી આ સ્કુટી ચલાવી રહી છે. આ દરમિયાન એકટીવાની સ્પીડ બંધુકમાંથી નીકળેલી ગોળી કરતા ઓછી નથી. જોખમી સ્ટંટ કરતી આ છોકરીઓ નો વિડીયો બાજુમાંથી પસાર થઈ રહેલ એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં પણ આ છોકરીઓ ચાલુ ગાડી પર સેલ્ફી અને વિડિયો પણ બનાવી રહી છે.

માત્ર સાત સેકન્ડ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 21000 કરતાં વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ ઘટના 25 માર્ચ ની હોવાનું પણ લખવામાં આવ્યું છે. વાયરલ થયેલા આ વિડીયો પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ કહે છે કે, ગાડીની સ્પીડ તો જુઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *