આણે તો હદ કરી… આગળ પાછળ છોકરીઓને બેસાડી જાહેર રસ્તા પર કર્યા જીવલેણ સ્ટંટ- વાયરલ થયો વિડીયો

વાયરલ(Viral): મુંબઈમાં બે યુવતીઓને બાઇક પર બેસાડીને સ્ટંટ(Stunt video) કરનારા યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે તેની ધરપકડ કરી હતી. સાથે જ બાઇક પર સવાર બંને યુવતીઓની શોધખોળ ચાલુ છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સામાજિક કાર્યકર્તા મુશ્તાક અંસારીએ આ ઘટનાનો વિડીયો(Viral video) ટ્વિટર પર શેર કર્યો હતો. તેણે પોથોલ વોરિયર્સ નામના ટ્વિટર એકાઉન્ટ પર વિડીયો શેર કરીને મુંબઈ ટ્રાફિક પોલીસને ટેગ કરવામાં આવ્યું હતું. બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો હતો.

મુંબઈ પોલીસે જણાવતા કહ્યું, ‘મુંબઈ પોલીસે ફયાઝ કાદરી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જેનો બે યુવતીઓ સાથે બાઇક પર કરેલા સ્ટંટનો વિડીયો વાયરલ થયો હતો. BKC પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપી કઈ રીતે હાઈ સ્પીડમાં બાઇક ચલાવીને સ્ટંટ કરી રહ્યો છે. એક યુવતી તેની સામે બેઠી છે, જ્યારે બીજી યુવતી પાછળ બેઠી છે. આ સાથે એક ફિલ્મનો ડાયલોગ સંભળાય રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ શુક્રવારે ટ્રાફિક પોલીસે સત્તાવાર રીતે BKC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલાને લઈને ઝોન 8ના ડેપ્યુટી કમિશનર દીક્ષિત ગેદામે જણાવતા કહ્યું છે કે, આરોપીની ઓળખ વડાલાના રહેવાસી ફયાઝ અહેમદ અઝીમુલ્લાહ કાદરી (24) તરીકે થઈ છે. તેણે કહ્યું, ‘તેની સામે વડાલા ટ્રક ટર્મિનલ પોલીસ સ્ટેશન અને એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયેલા છે. પોલીસના હાથે પકડાઈ ન જાય તે માટે તે પોતાના ઘરનું સરનામું બદલી રહ્યો હતો. હવે પોલીસે તેની હાલના સરનામું સાકીનાકા પરથી ધરપકડ કરી છે. ગેડામે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. આ સાથે સહઆરોપી યુવતીઓની ઓળખ માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે, આ વિડીયો પર પ્રતિક્રિયા આપતા મુંબઈ પોલીસે ટ્વિટ કરતા કહ્યું છે કે, બીકેસી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ પ્રકરણે કલમ 279 અને કલમ 336 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *