સરકારે ચાર સરકારી બેંકોમાં તેનો હિસ્સો વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા થોડા દિવસોમાં ઝડપી કરવામાં આવશે. સરકારની પાસે આ બેન્કોમાં પ્રત્યેક કે પરોક્ષ હોલ્ડિંગ દ્વારા મેજોરિટી સ્ટેક્સ છે. આ બેંકોના ખાનગીકરણની તમામ અવરોધો દૂર કરવામાં આવી છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી કાર્યાલયે ઓફિસરોને ઓછામાં ઓછી ચાર સરકારી બેન્કોમાં સાર્વજનિક ભાગીદારી ઓછી કરવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રક્રિયાને આ વખતે નાણાકીય વર્ષમાં પૂર્ણ કરવામાં આવવું જોઈએ.
આ 4 બેન્કનું ખાનગીકરણ થશે
મામલાની જાણકારી રાખતા બે અધિકારીઓએ જણાવ્યું કે, આ બેન્કોમાં પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેન્ક અને આઈડીબીઆઈ બેન્ક શામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેંકો ખાનગી કંપનીઓને વેચવાની પ્રક્રિયા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે.
ખાનગીકરણ પ્રક્રિયા ઝડપી બનાવવાના આદેશો
અહેવાલો અનુસાર, પીએમઓએ ઉચ્ચ અધિકારીઓને કહ્યું છે કે, આ ચાર બેન્કોને ખાનગી હાથમાં વેચવા સંબંધિત તમામ કાર્યવાહી વહેલી તકે પૂર્ણ થવી જોઈએ. પીએમઓને આ દિશામાં ઝડપી નિર્ણય લેવા જણાવ્યું છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ ચાર બેંકોમાં તેનો હિસ્સો વેચશે. હકીકતમાં, કોરોનાવાયરસ કટોકટીને કારણે વેરાની વસૂલાતમાં ઘટાડો થતાં સરકારની આવકમાં વધારો કરવો મુશ્કેલ છે, જેમાં સરકાર આ બેંકોને ખાનગી હાથમાં વેચીને નાણાં એકત્ર કરવા માંગે છે. આ જ કારણ છે કે તેમના ખાનગીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી કાર્યાલયે ઓગસ્ટ 2020માં જ નાણામંત્રાલયને એક પત્ર લખીને આ સાર્વજનિક ક્ષેત્રને બેન્કના પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયાને આજ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે, બેન્કોના ખાનગીકરણની પ્રક્રિયા પહેલા જ શરૂ થઈ ચુકી છે. તેના વિશે અમુક ચર્ચા પણ થઈ ચુકી છે. એક રિપોર્ટ અનુસાર આ વિશે પ્રધાનમંત્રી કાર્યાલય અને સરકારી બેન્કોએ કોઈ પ્રતિક્રિયા નથી આપી, જ્યારે નાણામંત્રાલયે કંઈ પણ બદલવાથી ઈનકાર કરી દીધો છે.
સૂત્રોના જણવ્યા અનુસાર, સરકાર દેશમાં ફક્ત 4 થી 5 જ સરકારી બેન્કોનું અસ્તિત્વ જાળવી રાખવા માંગે છે. જ્યારે કે હાલમાં ભારતમાં કુલ 12 જેટલી સરકારી બેંકો છે. જેમાં કેન્દ્ર સરકારની 51%થી વધુની હિસ્સેદારી છે. અને પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક અને IDBI બેન્કમાં 47.11 ટકા જેટલી હિસ્સેદારી છે. જેમાં સરકારી વીમા કંપની LICનો 51 ટકા જેટલી હિસ્સેદારી છે.
હાલમાં કોરોનાના કારણે સરકાર પાસે નાણાની અછત જોવા મળી રહી છે. જેના કારણે કેન્દ્ર સરકારની તરફથી આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે એક નક્કી કરવામાં આવેલી સમયસીમા કોરોના સંકટની વચ્ચે બજારોમાં હાલની પરિસ્થિતિઓને જોતા ખૂબ વધારે પડકાર રૂપ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે સરકારની ઈચ્છા દેશમાં સરકારી બેન્કોની સંખ્યા ઘટાડીને 5 કરવાની છે. હાલ દેશમાં આઈડીબીઆઈ સહિત 12 સરકારી બેંકો છે. આઈડીબીઆઈમાં સરકારની 47.11 ટકા જ્યારે એલઆઈસીની 51 ટકા ભાગીદારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews