સેકેંડોમાં વેરવિખેર થયો પરિવાર- કાર અને ટ્રકની ભયંકર અથડામણમાં કારના કુરચે કુરચા નીકળી ગયા- ચારના મોત

અકસ્માત (accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જતો જણાઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. નેશનલ હાઈવે નંબર…

અકસ્માત (accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જતો જણાઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. નેશનલ હાઈવે નંબર 65(National Highway No. 65) પર કાર-ટ્રકની ટક્કરમાં પતિ, પત્ની અને પુત્રી સહિત ચારના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ હાઈવે બ્લોક થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, કાર હિસારથી સાલાસર તરફ આવી રહી હતી. કારમાં કર્મવીર (35) પુત્ર રણવીર, તેની પત્ની રેણુ (32), પુત્રી પ્રાચી (2) અને 5 વર્ષનો ભત્રીજો કાર્તિક સવાર હતા. આ દરમિયાન નેશનલ હાઈવે નંબર 65 પર પેટ્રોલ પંપ પાસે કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારના બે ભાગ પડી ગયા.

સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. મૃતકો હિસારના આઝાદ નગરના રહેવાસી હતા. કર્મવીર બાઉન્સર હતો. ઘટના બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. હાઈવે પર જામ થઈ ગયો હતો. પોલીસે બંને વાહનોને હટાવીને રસ્તો સાફ કરાવ્યો હતો. પોલીસે મૃતકના પરિજનોને જાણ કરી છે. તેમજ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *