રાજકોટના ગોંડલ હાઈવે પર શેમળા ગામ પાસે ટ્રક અને ટેન્કરના અકસ્માતમાં 4 ના મોત, 15 ઘાયલ

રાજકોટના ગોંડલ હાઈવે પર શેમળા ગામ પાસે કન્ટેનર ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં ખરેડાના છોટુભા ચંદુભા જાડેજા (ઉ.વ.52) અને દેવગઢબારીયાના રાણીપુરા ગામના ગોવિંદ નાનાભાઇ પટેલ (ઉ.વ.20)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. તો અમુક લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતા. જેઓને જેસીબીની મદદથી બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે ચીંચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 15 શ્રમિકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં ટ્રક અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર લાગી હતી જેના કારણે ટેન્કર દિવાલ તોડી અને રોડની નીચે ઉતરી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર છે કે હજુ સુધી ટ્રક નીચે મૃતકો દટાયેલા હોવાની આશંકા છે. કન્ટેનર આરસીસીની પાકી દિવાલ તોડીને રોડ નીચે ઉતરી ગયું હતું. સામે અથડાયેલા ટ્રકના ટાયર છૂટા થઈ ગયા હતા.

આ 15 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા

ઇજાગ્રસ્તોમાં કમલેશભાઈ ભૂરીયા (ઉ.વ.25), ભરતભાઈ પટેલ (ઉ.વ.40), અરવિંદભાઈ ખુમાભાઈ (ઉ.વ.35), અનિતાબેન કમલેશભાઈ ભુરિયા (ઉ.વ.25), રામસિંગભાઈ વર્ધનભાઈ (ઉ.વ.50), બાબુભાઇ પટેલ (ઉ.વ.37), ભીમજીભાઈ ડોડીયા (ઉ.વ.24), શંકરભાઇ પટેલ (ઉ.વ. 40), દીપસિંગભાઈ પટેલ (ઉ.વ.22), ધર્મેશભાઈ મેળા (ઉ.વ.54), સુમનબેન મેળા (ઉ.વ. 25), લાલીતાબેન ડોડીયા (ઉ.વ.22), ગુડીબેન શીંગાળા (ઉ.વ.14), આશાબેન મુકેશ (ઉ.વ. 6) અને કવિતાબેન ડોડીયા (ઉ.વ.14)નો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્ત તમામ શ્રમિકોને સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ટ્રોલી નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

આ સમગ્ર બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે કેટલાક શ્રમિકો ટ્રેક્ટરમાં બેસીને મજૂરી અર્થે જઇ રહ્યા હતા એ સમયે શેમળા પાસે ટ્રેક્ટર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેની જાણ આસપાસના ગ્રામજનોને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલ તથા રાજકોટ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ટ્રોલી નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનો આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જીસીબીની મદદથી દબાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. હજુ સુધી ટ્રક નીચે મૃતકો દટાયેલા હોવાની આશંકા છે. કન્ટેનર આરસીસીની પાકી દિવાલ તોડીને રોડ નીચે ઉતરી ગયું હતું. સામે અથડાયેલા ટ્રકના ટાયર છૂટા થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *