કુશીનગર(Kushinagar): બિહાર (Bihar)ના મધેપુરા (Madhepura)થી પંજાબ(Punjab) જઈ રહેલી બસને કુશીનગર જિલ્લાના NH 28 પર હાટા કોતવાલીના બાગનાથ ઈન્ટરસેક્શન પર અકસ્માત(Accident) નડ્યો હતો. સ્પીડમાં આવતી બસ આગળ પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હતા, જ્યારે 29 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત સોમવારે મોડી રાત્રે થયો હોવાનું કહેવાય છે, જ્યારે બસના ડ્રાઈવરે નિદ્રાધીન થવાને કારણે રોડની બાજુમાં ઉભેલા ટ્રક સાથે ટક્કર મારી હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસના ફુરચા ઉડી ગયા હતા. બસમાં સવાર તમામ મુસાફરો કામની શોધમાં બિહારના મધેપુરાથી પંજાબ જઈ રહ્યા હતા. હાલ પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
સીએમ યોગી આદિત્યનાથે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, ‘મુખ્યમંત્રીએ કુશીનગર જિલ્લાના માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.