ગુજરાત: રાજસ્થાન (Rajasthan) માં આવેલ બાડેમેર જિલ્લા (Bademer District) માં આવેલ ધાર્મિક સ્થાન પર દર્શનાર્થે ગયેલા ગુજરાત (Gujarat) ના બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના એક પરિવારને અકસ્માત (Accident) નડતા એકસાથે 4 લોકોના મોત થયા છે જયારે 5 લોકો ખુબ ગંભીર રીતે ઘાયલ થયા છે. ડીસાનો પરિવાર દર્શન કરીને બોલેરોમાં સવાર થઈ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા, 5 ઘાયલ:
બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ લક્ષ્મીપુરા ગામનો એક પરિવાર રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા જસોલમાં માજિસા મંદિરે દર્શનાર્થે ગયો હતો. પરિવાર ત્યાંથી દર્શન કરીને પાછો આવી રહ્યો હતો ત્યારે બાડમેર જિલ્લાના સિણધરી પાસે ભગતસિંહ મેગા હાઈવે પર બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી ભયંકર હતી કે, બોલેરોનો ભુક્કો બોલી ગયો હતો તેમજ હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થતા સારવાર અર્થે લઈ જવામા આવ્યા છે.
સિણધરીના પોલીસ ઈન્સપેક્ટર બલદેવરામ જણાવે છે કે, આ બંને વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે, બોલેરોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટક્કરને લીધે રસ્તાના કિનારે આવેલ વૃક્ષ પણ ધરાશયી થઈ ગયું હતું. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી દેવામા આવ્યા છે. અકસ્માત પછી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયા પછી પોલીસે વાહનવ્યવહારને પૂર્વવત કર્યો હતો.
આ ઘટનામાં મૃત પામેલ લોકોમાં ગોમતીબેન ચેનાભાઈ સુથાર, ચેનાભાઈ કાનજીભાઈ સુથાર, ભાવનાબેન કપૂરજી સુધાર, કાનાભાઈ બદાજી સામેલ છે. જયારે ઘાયલ થયેલા લોકોમાં દેવારામ ઉર્ફે દેવાજી અજાજી, કપૂરભાઈ અજયભાઈ, ભરતભાઈ ચમનાજી સુથાર, મોહન ચેનાભાઈ, હિના ઉર્ફે હિમાંશી કપૂરજી સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.