કોરોનાના કેસ વધતા ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા અંગે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય- જાણો જલ્દી…

હાલમાં કોરોનાની મહામારીને લઈ હાલમાં વિદ્યાથીઓ માટે એક સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં ધોરણ 10 નાં વિધાર્થીઓને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની 8 મનપા…

હાલમાં કોરોનાની મહામારીને લઈ હાલમાં વિદ્યાથીઓ માટે એક સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં ધોરણ 10 નાં વિધાર્થીઓને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યની 8 મનપા વિસ્તારની શાળામાં પરીક્ષા યોજાશે નહીં. 15થી 30 એપ્રિલ દરમિયાન પરીક્ષાનું આયોજન થશે નહીં.

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા આપી શકશે નહી. આની સાથે જ કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી આવતા વિધાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના વિધાર્થીઓને DEOની પરવાનગી લેવી પડશે. પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો પરિપત્ર સામે આવ્યો છે.

8 મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરવામા આવી:
બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણવિભાગ દ્વારા નવા આદેશ આપ્યા છે. અગાઉ ગુજરાત બોર્ડે 15થી 17 એપ્રિલ સુધી ધોરણ 10ની મરજીયાત વિષયોની થીયરી તથા પ્રેકટિકલની પરીક્ષા શાળા કક્ષાએ લેવાની સૂચના આપવામાં આવી હતી પણ કોરોનાને કારણે 8 મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ રાખવામા આવી છે.

કોરોનાને લીધે પરિક્ષાઓ મોકૂફ રખાઈ:
ધોરણ 10માં ફરજીયાત મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે તેમજ ચિત્ર, ઉદ્યોગ, સંગીત સહિત કેટલાંક મરજીયાત વિષયોની પરીક્ષા શાળાએ પોતાની રીતે લેવાની હોય છે. આ પરીક્ષાના ગુણ શાળા દ્વારા બોર્ડને મોકલવામા આવે છે. આ મરજીયાત વિષયોની 50% પ્રેક્ટિકલ તથા 50% થીયરીની પરીક્ષા હોય છે.

દર વર્ષે આ પરીક્ષા પહેલાંથી જ એકેડમિક કેલેન્ડરમાં દર્શાવી દેવામાં આવે છે તથા ફેબ્રુઆરી માસમાં લેવામાં આવતી હોય છે પણ કોરોનાને કારણે કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું નથી તેમજ બોર્ડ દ્વારા આ પરીક્ષા સ્કૂલોને 15-17 એપ્રિલ દરમિયાન લઈ લેવાની સૂચના આપવામાં આવી હતી.

આ શહેરોમાં પરિક્ષા મોકૂફ:
10 મેથી બોર્ડ પરીક્ષાની શરૂઆત થતી હોવાથી એનાં પહેલા સ્કૂલોને પરીક્ષા લઈને ગુણ ઓનલાઈન મોકલવાની સૂચના આપી હતી. સતત વધતા કેસને કારણે બોર્ડ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ગાંધીનગર અને ભાનવગર સહિત 8 મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.

જ્યારે અન્ય શહેરો-ગામની ધોરણ 10ની શાળામાં આ પરીક્ષા શાળા કક્ષાએ જ લેવાની રહેશે પણ કોરોનાને લઈ  વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે બોર્ડે પરીક્ષાના દિવસો વધારી દેવામાં આવ્યો છે. હવે બોર્ડ દ્વારા સ્કૂલોને 15-30 એપ્રિલ સુધી પરીક્ષા લેવાનો પરિપત્ર જાહેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *