Delhi-Mumbai Expressway Accident: હરિયાણાના નૂહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત(Delhi-Mumbai Expressway Accident) સર્જાયો હતો. જ્યાં એક ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. તેમજ ત્રણ લોકો ઘાયલ થયા હતા.જે બાદ અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ આ અકસ્માત નૂહ જિલ્લાના પિંગવાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઝિમરાવત પાસે થયો હતો.આ કારમાં બેસેલા તમામ લોકો મેરઠથી ઉજ્જૈન જઈ રહ્યા હતા. ત્યારબાદ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસમાં કાર ડિવાઈડર સાથે અથડાઈને અકસ્માત સર્જાયો હતો.જે બાદ આ ભયાનક અકસ્માતમાં એક બાળક અને એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ લોકો મેરઠના રહેવાસી છે. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં જોડાઈ
પોલીસે આ અકસ્માતમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે.તમામ મૃતદેહોને અલ આફિયા હોસ્પિટલ, મંડી ખેડામાં મોકલવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી એક આઈસીયુમાં દાખલ છે. જ્યારે બે ગુરુગ્રામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ એક જ પરિવારના છે અને બે સંબંધીઓ છે.
ચાર લોકોના કમકમાટીભર્યા મોત
પિંગવાન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો જેમાં અનિતા (42), દીપાંશુ (29), પીયૂષ (13) અને સંભવ (19)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક જ કારમાં હાજર પુષ્પા,હિમાંશુ અને ગીતાંશીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઉત્તર પ્રદેશના મેરઠના બહુસુમા ગામના રહેવાસી છે. તેઓ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના દર્શન કરવા માટે મેરઠથી ફરીદાબાદ થઈને અજમેર શરીફ જઈ રહ્યા હતા.
આ દુર્ઘટના નગીના પિંગાવન સરહદના ગામ મરોરા ઝિમરાવતમાં થઈ હતી.જેની જાણ આસપાસના રહીશોને થતા તે ગામના લોકો ત્યાં ગયા અને ત્યાંથી તમામ ઘાયલોને ગુરુગ્રામ રિફર કરવામાં આવ્યા.તો બીજી તરફ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા સિવિલ હોસ્પિટલ અલ આફિયા મંડીખેડામાં રાખવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે પીંગવાણ પોલીસ સ્ટેશનમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો કેસ નોંધવામાં આવી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App