ગુજરાત(Gujarat): રાજ્યની માથેથી હજુ પણ માવઠા (Mawtha) નું સંકટ ટળ્યું નથી, રાજ્યમાં ભરઉનાળે કમોસમી માવઠાના વધુ એક રાઉન્ડની આગાહી(Rain weather forecast) હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવી શકે છે. જેને કારણે કેટલાક વિસ્તારમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબકી શકે છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના પાક નુકસાનીનો સર્વે કરાવવામાં આવ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવતા ખેડૂત ચિંતામાં મુકાઈ ગયો છે.
જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કમોસમી વરસાદની સાથે વીજળી પડતાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અનોર ગામે વીજળી પડવાને કારણે 18 વર્ષના યુવકનું મોત થયું છે. તો સાથે જ છોટાઉદેપુર જિલ્લાના જનીયારા ગામે વીજળી પડતા 21 વર્ષિય યુવતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સુરતના બારડોલીના બાબલા ગામે વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે અને સુરતના કામરેજના ડુંગર ચીખલી ગામે પણ વીજળી પડતા 21 વર્ષીય યુવકનું મોત થયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માવઠાની શક્યતા સેવવામાં આવી રહી છે. તો બીજી બાજુ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથો સાથ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.