ડ્રાઈવરને ઝોકું આવી જતા સર્જાયો ગંભીર અકસ્માત- ટ્રકમાં ઘુસી ગઈ કાર, 3 ના મોત

બિહારી: રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. તેવામાં લાખો લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. તેવામાં કટિહાર(Katihar)માં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. આ ઘટના કોળા પોલીસ સ્ટેશન(Kola Police Station) વિસ્તાર હેઠળ આવેલા પેટ્રોલ પંપ પાસે NH-31 પર બની હતી.

મંગળવારે સવારે 5 વાગ્યાની આસપાસ, અલ્ટો કાર(Alto car)માં 4 લોકો ફુલવારીયા બજાર(Phulwaria Bazaar)થી કોધા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવી આવ્યું હતું. જેને કારણે કાર હાઈવેની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ઘુસી ગઈ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

જ્યારે લોકોએ કારની અંદર જોયું તો 4 માંથી 3 લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યારે એક યુવાન શ્વાસ લઈ રહ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીંથી તેમને સદર હોસ્પિટલ પૂર્ણિયા રીફર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

મૃતકોની ઓળખ કોઠા નિવાસી ઘોઘા પ્રસાદ ગુપ્તાના પુત્ર રામ કુમાર, વિકાસ કુમાર ઉર્ફે ગોલુ, અશોક ગુપ્તા અને વિનોદ પ્રસાદ સાહના પુત્ર સુનીલ કુમાર તરીકે થઈ છે. તે જ સમયે, ગેડાબારીમાં રહેતા ડોમન ચૌધરીના પુત્ર રવિ ચૌધરીની હાલત નાજુક છે.

લોકોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. જ્યારે તેણે સ્થળ પર જઈને જોયું તો એક કાર ટ્રક પાછળ ધસી આવી હતી. જેને કારણે કારનું પડીકું વળી ગયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ પીડિત પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *